ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Amitabh Bachchan game show gets 4th crorepati jackpot question makes Ajeet Kumar quit

કેબીસી / 7 કરોડ માટે પૂછવામાં આવેલો ક્રિકેટ સાથે જોડાયેલ આ સવાલનો જવાબ ન આપી શકતા છોડી ગેમ

Published By: Noor

Last Updated: 11:11 AM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ 11’માં 12 નવેમ્બરેના એપિસોડમાં બિહારના જેલ સુપ્રિટેન્ડેન્ટ અજીત કુમાર એક કરોડ રૂપિયા જીત્યા. આ સાથે જ તેઓ કેબીસી-11ના ચોથા કરોડપતિ બની ગયા છે. તેમણે ખૂબ જ સારી રીતે ગેમ રમી પણ, 7 કરોડના સવાલ પર તેમણે ગેમ ક્વિટ કરી દીધી હતી.

ADVERTISEMENT

  • બિહારના ત્રીજા કન્ટેસ્ટન્ટ બન્યા કરોડપતિ
  • 7 કરોડના જેકપોટ સવાલ પર કર્યું ક્વિટ
  • ખૂબ જ સારી રીતે ગમી ગેમ

પહેલાં તમને જણાવી દઈએ કે 7 કરોડ માટે અજીત કુમારને બિગ-બીએ પૂછ્યું, એક જ દિવસમાં બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં હાફ સેન્ચુરી મારનાર બેટ્સમેન કોણ છે? આ સવાલના ચાર ઓપ્શન હતા A.નવરેજ મંગલ B.મોહમ્મદ હફીઝ C. મોહમ્મદ શહઝાદ D. સાકિબ અલ હસન. 

પણ અજીત કુમારને આ સવાલનો જવાબ આવડતો ન હોવાથી તેમણે ગેમ ક્વિટ કરી હતી. બિગ-બીએ તેમને એક ઓપ્શન સિલેક્ટ કરવા કહ્યું તો તેમણે A.નવરેજ મંગલ સિલેક્ટ કર્યો, જોકે આ જવાબ ખોટો હતો. આ સવાલનો સાચો જવાબ C. મોહમ્મદ શહઝાદ હતો. 

અમિતાભ બચ્ચને અજીત કુમારના વખાણ કર્યા

અજીત કુમાર હૉટશીટ પર પહોંચ્યા તેના માટે તેમની જવાબ આપવાની રીત સૌથી ખાસ હતી. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન પણ તેમના આ અંદાજના મુરીદ થઈ ગયા. અમિતાભ બચ્ચને કહ્યું હૉટ શીટ પર ઘણાં ઓછાં લોકો પહોંચે છે જેમને સવાલનો સાચો જવાબ ખબર હોય. અજીતે ગેમમાં જેટલા પણ સવાલના જવાબ આપ્યા તેના બધાં જ સાચાં જવાબ તેમને આવડતાં હતા. 

અજીત કુમાર પહેલાં પણ કેબીસી-11માં 3 કન્ટેસ્ટન્ટ કરોડપતિ બની ચૂક્યા છે. તેમાં પહેલાં બિહારના સનોજ રાત, પછી મહારાષ્ટ્રની બબીતા તાડે અને ત્રીજા ક્રમે બિહારના ગૌતમ કુમાર ઝા કરોડપતિ બન્યા હતા. અજીત કરોડપતિ બનનાર બિહારના ત્રીજા કન્ટેસ્ટન્ટ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ajeet Kumar Amitabh Bachchan Bihar Jackpot Question KBC Season 11 Quit અમિતાભ બચ્ચન કેબીસી સીઝન-11 બિહાર KBC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ