ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / American women came out of coma after 5 years by laughing at her mother's joke

SHOCKING / જોકથી જીવ પાછો આવ્યો ! મમ્મીએ દીકરીને 5 વર્ષના કોમામાંથી ઉગારી, સાંભળીને હસતાં હસતાં ઉઠી

Published By: Vaidehi

Last Updated: 07:35 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલા પાંચ વર્ષ કોમામાં રહ્યાં બાદ હોશમાં આવી...મહિલા જ્યારે કોમામાં હતી ત્યારે તેની માં તેને જોક્સ સંભળાવી હતી.

ADVERTISEMENT

  • અમેરિકામાં બની ચમત્કારી ઘટના
  • 5 વર્ષથી કોમામાં રહેલી મહિલા હોશમાં આવી
  • જોક્સ સાંભળીને મહિલાને હોશ આવ્યાનો દાવો

અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના બની છે જ્યાં એક મહિલા પાંચ વર્ષ કોમામાં રહ્યાં બાદ હોશમાં આવી છે. મહિલાનાં કોમામાં રહેવા દરમિયાન તેની માં તેને દરરોજ જોક્સ સંભળાવતી હતી. એક દિવસ પોતાની માતાનાં કોઈ જોક પર હસતાં-હસતાં તે હોશમાં આવી ગઈ. મિશિગનની રહેવાસી આ મહિલાનું નામ જેનિફર ફ્લેવેલન છે. તે સપ્ટેમ્બર 2017માં કાર એક્સિડેંટનો શિકાર બની હતી જે બાદ તે કોમામાં ચાલી ગઈ હતી. હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન તે ધીમે-ધીમે ઠીક થઈ રહી હતી. મહિલાનાં હોશમાં આવ્યા બાદ પરિવારજનોમાં ખુશીની લહેરકી જોવા મળી હતી.

ઘરનાં લોકોમાં ખુશીની લહેરકી
જેનિફરની માં પેગી મીન્સે એક ઈંટરવ્યૂમાં જણાવ્યું કે "જ્યારે તે કોમાથી ઊઠી ત્યારે હું ઘણી ગભરાઈ ગઈ હતી. તે જોર-જોરથી હસી રહી હતી. તેણે પહેલાં આવું કંઈ નહોતું કર્યું." પોતાની દીકરીનાં બરાબર થવા પર પેગી મીન્સ ઘણી ખુશ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે "હવે અમારા તમામ સપના સાકાર થઈ ગયાં. જે દરવાજા બંધ હતાં તે ફરી ખુલી ગયાં. "  જેનિફરની માતા અનુસાર હવે જેનિફરનાં પિતા તેના બોલવા અને ચાલવા પર કામ કરી રહ્યાં છે. તે કોમાથી બહાર તો આવી ગઈ છે પણ હજુ પણ બરાબર રીતે બોલી નથી શકતી. જો કે એ માથું હલાવીને જવાબ આપે છે. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં તે ઘણું વધારે ઊંઘતી હતી પણ હવે ધીમે-ધીમે બધું બરાબર થઈ રહ્યું છે.

વધુ વાંચો: માત્ર 3-3 સેકન્ડની મહેનત, અને મહિલાએ એક જ સપ્તાહમાં કમાવી લીધા 120 કરોડ, જુઓ Video

દીકરાની મેચ પણ જોઈ
જેનિફરનાં હોશમાં આવવાને લઈ ડોક્ટરો પણ શૉકમાં છે. હોસ્પિટલમાં તેમના ફિઝિશિયન ડોક્ટર રાલ્ફ વેંગે કહ્યું કે તે માત્ર ઊઠી નથી..તે બરાબર પણ થઈ રહી છે. આ ઘણો રેયર કેસ છે.માત્ર 2-3 પરસેંટ લોકો કોમામાંથી બહાર આવે છે. તેમણે કહ્યું કે ઠીક થયા બાદ જેનિફર પોતાના દીકરાની ફુટબોલ મેચ જોવા પણ ગઈ હતી. જ્યારે જેનિફરની કોમામાં ગઈ ત્યારે તેનો પુત્ર 11 વર્ષનો હતો. માંના સાજા થવા પર પુત્ર પણ ઘણો ખુશ છે.

સંકળાયેલા મુદ્દાઓ

America Coma Woman અમેરિકા ચમત્કારી ઘટના મહિલા jennifer flewellen

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ