બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / america moon mission suffered a setback overturned after landing on the moon made a record
Last Updated: 09:26 PM, 24 February 2024
અમેરિકાની એક પ્રાઈવેટ કંપનીએ ચંદ્ર પર યાનનું લેન્ડિંગ કરીને ઈતિહાસ રચી દીધો છે. પહેલી વાર કોઈ પ્રાઈવેટ કંપનીના યાને ચંદ્ર પર લેન્ડિંગ કર્યું હોય તેવું સામે આવ્યું છે. ચંદ્ર પર યાન ઉતર્યા પછી પલટી ગયું હતું, તેમ છતાં આ યાન આંકડાની અપડેટ આપી રહ્યું છે. ચંદ્રની સપાટી પર લેન્ડ થયા પછી શું પરેશાની આવી તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પ્રાઈવેટ કંપનીના અંતરિક્ષ યાનનું નામ ઓડીસિયસ છે અને તેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કર્યું હતું. ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવા દરમિયાન આ યાન પલટી ગયું અને હાલમાં ચંદ્રની સપાટી પર છે. શુક્રવારે કંપનીએ નિવેદન આપ્યું હતું કે, ગ્રાઉન્ડ કંટ્રોલર રોબોટ ડેટા અને ચંદ્રની સપાટીના ફોટોઝ ડાઉનલોડ કરી રહ્યું છે.
ચંદ્ર પર વિમાન ક્યારે ઉતર્યું?
ઓડીસિયસ અંતરિક્ષ યાને ગુરુવારે સાંજે 6:23 વાગ્યે (2323 GMT) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન વૈજ્ઞાનિકોની ટીમે બેકઅપ પર કામ કરવું પડ્યું હતું. રેડિયો સંપર્ક સ્થાપિત કરવામાં ઘણો સમય લાગ્યો હતો.
ADVERTISEMENT
“Odysseus has a new home” https://t.co/oVgLobxH8T
— Intuitive Machines (@Int_Machines) February 22, 2024
ADVERTISEMENT
ઘણી તકલીફ આવી
અમેરિકાની પ્રાઈવેટ કંપની ઈંટુએટિવ મશીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, તેમનું હેક્સોગનલ અંતરિક્ષ યાન સીધું ઊભું હતું. ત્યારપછી CEO સ્ટીવ અલ્ટેમસે શુક્રવારે જણાવ્યું કે, આ નિવેદન અયોગ્ય ડેટા પર આધારિત હતું. અલ્ટેમસે જણાવ્યું કે બોર્ડ પર ટીમની ડેટા ડાઉનલોડ કરવાની ક્ષમતા એન્ટેના કારણે સરખી રીતે થઈ શકતી નહોતી.
વધુ વાંચો: અમેરિકા જવું હવે મોંઘુ પડશે, એરલાઈન્સે આ પ્રકારના ચાર્જમાં વધારો કર્યો
ADVERTISEMENT
પ્રાઈવેટ કંપનીની સફળતા
ઓડીસિયસને સફળતા માનવામાં આવી રહી છે, જે આર્ટેમિસ કાર્યક્રમ હેઠળ ચંદ્રમાથી અમેરિકી અંતરિક્ષ યાત્રીઓના પરત આવવાનો રસ્તો ક્લિઅર થઈ જશે. ગત મહિને અન્ય અમેરિકી કંપનીએ શરૂ કરેલ મૂન મિશન નિષ્ફળ સાબિત થયું હતું. વર્ષ 1972માં નાસા દ્વારા અપોલો 17 મિશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાઈવેટ કંપનીઓ પાસે તે સફળતા પ્રાપ્ત કરવાની ક્ષમતા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.