બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Amanda Cronin accepts engagement ring turn down proposal London

રિલેશનશીપ / યુવકની પ્રપોઝલ યુવતીએ ફગાવી દીધી પરંતુ રિંગ રાખી લીધી, કિંમત જાણીને આંખો ફાટી જશે

Published By: Hiren

Last Updated: 10:36 PM, 30 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુવતીએ 2 કરોડ રૂપિયાથી વધુની વીંટી રાખી લીધી પરંતુ યુવકનું પ્રપોઝલ ફગાવી દીધું. ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર લંડનમાં રહેતી મોડલ અમંડા ક્રોનિનને એક અજાણી વ્યક્તિએ રિલેશનશીપ માટે પ્રપોઝ કર્યુ હતું. બંને પ્રથમ વખત ન્યૂયૉર્કની હોટલમાં મળ્યાં હતાં.

  • અમંડાને Van Cleef & Arpel બ્રાંડની મોંઘીદાટ વીંટી આપી
  • વીંટીની કિંમત આશરે 2 કરોડ રૂપિયા
  • આ વ્યક્તિએ અમંડાને પ્રેમભર્યા મેસેજ મોકલ્યા હતાં

આ અજાણ્યા શખ્સે અમંડાને Van Cleef & Arpel બ્રાંડની મોંઘીદાટ વીંટી આપી હતી. આ વીંટીની કિંમત આશરે 2 કરોડ રૂપિયા છે. અમંડા ઈન્સ્ટાગ્રામ મૉડલના રૂપમાં જાણીતી છે. તેણે કહ્યું કે પ્રપોઝ કરનારો શખ્સ ઉત્તરીય યુરોપના સૌથી પાવરફૂલ વ્યક્તિઓમાંનો એક હતો. 

અમંડાએ કહ્યું હતું કે મેં ધ્યાનથી જોયું તો એક આકર્ષક શખ્સ મને જોઈ રહ્યો હતો. તેણે મને નામ બતાવ્યું અને નંબર પણ આપ્યો હતો. ત્યાર બાદ અમંડાએ બીજા દિવસે આ શખ્સને મેસેજ મોકલ્યો હતો. તેના તુરંત બાદ આ વ્યક્તિએ અમંડાને પ્રેમભર્યા મેસેજ મોકલ્યા હતાં. 

અમંડાએ આગળ વાત કરતા કહ્યું હતું કે આ શખ્સની એક પત્ની હતી તેનો મને ખ્યાલ હતો. ત્યાર બાદ અમંડાએ જવાબ આપ્યો કે તે કદાચ તેને આ કારણથી મળી નહીં શકે. બાદમાં આ વ્યક્તિએ કહ્યું કે તે તેના લગ્ન તોડવા માટે તૈયાર છે અને ત્યાર બાદ તે વ્યક્તિએ અમંડાને પ્રપોઝ કર્યુ હતું. 

બાદમાં અમંડા લંડનમાં આ વ્યક્તિને ફરી મળી હતી જ્યાં તેમણે કિંમતી રિંગ સાથે પ્રપોઝ કર્યુ હતું. તેમણે કહ્યું કે આ ઘણી અજીબ ઘટના હતી. હું રિંગ પરત કરવા માંગતી હતી પરંતુ તે વ્યક્તિએ કહ્યું કે જો તે વીંટી રાખી લેશે તો તેને ખુશી થશે. જોકે હવે અમંડા હાલમાં કેનેડાના એક શખ્સને ડેટ કરી રહી છે પરંતુ તેણે તેના પાર્ટનરના નામનો ખુલાસો કર્યો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

London engagement relationship ન્યૂયૉર્ક પ્રપોઝલ Relationship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ