ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / દિલ્હી બ્લાસ્ટના પગલે ગુજરાતમાં એલર્ટ, કચ્છમાંથી કાશ્મીરી ઝડપાતા પોલીસે શરૂ કરી તપાસ

એલર્ટ / દિલ્હી બ્લાસ્ટના પગલે ગુજરાતમાં એલર્ટ, કચ્છમાંથી કાશ્મીરી ઝડપાતા પોલીસે શરૂ કરી તપાસ

Published By: Mit Soni

Last Updated: 06:29 PM, 12 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્લી બ્લાસ્ટના પગલે કચ્છ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયા વચ્ચે ગેસ્ટ હાઉસમાંથી કાશ્મીરીઓ ઝડપાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. પશ્વિમ કચ્છ SOG ની ટીમ દ્વારા રૂમમાં તપાસ કરતા મહિલા અને બાળકો સહીત પાંચેક જણા રોકાયેલા હોવાનું સામે આવ્યું છે

ADVERTISEMENT

હોટેલ ગેસ્ટ હાઉસ દરેક રહેણાક તેમજ ભાડે અપાતા શંકાસ્પદ મકાનોની ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે. જેની વચ્ચે ભુજમાં આવેલી હોટલ જનતાઘરમાં એસ.ઓ.જી. પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ભુજની જનતાઘર ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા એક જમ્મુ કશ્મીરના વ્યક્તિની રજીસ્ટરમાં નોંધ થયેલી હતી.

vtv app promotion

પશ્વિમ કચ્છ SOG ની ટીમ દ્વારા રૂમમાં તપાસ કરતા મહિલા અને બાળકો સહીત પાંચેક જણા રોકાયેલા હોવાનું સામે આવ્યું છે. SOG એ હોટલના સંચાલક પિતા પુત્ર જનક વિઠ્ઠલદાસ ભાટિયા અને વિનય જનક ભાટિયા સામે જાહેર નામના ભંગ બદલ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરી રૂમમાં રોકાયેલા કાશ્મીરીઓની પૂછપરછ હાથધરી છે. ઝડપાયેલા કાશ્મીરીઓના મોબાઇલ ફોન પણ જપ્ત કરી FSL માં મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહી અનુસંધાને ગુજરાત કચ્છ પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસને પણ જાણ કરી છે અને વધુ તપાસ જમ્મુ કાશ્મીર પોલીસ પણ આ ભુજથી પકડાયેલા કાશ્મીરીઓની સ્થાનિકે કરી રહી છે.

વધુ વાંચો; દિલ્હી બ્લાસ્ટ કેસમાં નવો ખુલાસો! i20 પછી ઈકોસ્પોર્ટ કારને શોધી રહી છે પોલીસ

હાલ પ્રાથમિક પૂછપરછમાં કાશ્મીરીઓ કચ્છમાં ચંદો માંગવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું છે જે બાબતે વધુ તપાસ S.O.G. પોલીસ દ્વારા શરૂ કરાઇ છે. હાલ કોઈ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ દિલ્હી બ્લાસ્ટને લઈને હાઈ એલર્ટ વચ્ચે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દિલ્હી બ્લાસ્ટમાં 12ના મોત

દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે 10 નવેમ્બરે કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કારની આસપાસના અનેક વાહનો વિસ્ફોટ અને આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસની બિલ્ડિંગો અને મંદિરોના કાર પણ તૂટી ગયા હતા. એટલું જ નહીં વિસ્ફોટમાં એક વ્યક્તિ છેક વૃક્ષ પર પડ્યો હતો. તપાસ એજન્સીઓની નજર પડતા યુવક મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch High Alert Kashmiri People Delhi Blast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ