ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Akshay Kumar on being one of world's highest-paid celebrities: I work hard for every penny

નિવદેન / 444 કરોડની કમાણી કરનાર અક્ષય કુમારે કહ્યુ- 'મહેનત અને પરસેવાની કમાણી છે'

Published By: Juhi

Last Updated: 01:26 PM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ ઇન્ડસ્ટ્રીના ખિલાડી એટલે કે અક્ષય કુમારે પોતાના ત્રણ દાયકાના ફિલ્મી કરિયરમાં દરેક પ્રકારના રોલ કર્યા.

ADVERTISEMENT

અક્ષયે એક્શન, રોમેન્ટિક ફિલ્મોથી લઇને દેશભક્તિ પર આધારિત તમામ ફિલ્મો કરી. અક્ષયે આ તમામ રોલને સારી રીતે કરીને ઓડિયન્સને દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી.

અક્ષય કુમારનું નામ દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર 100 સેલિબ્રિટીઝના લિસ્ટમાં સામેલ થયું છે. 2019ના હાઈએસ્ટ પેડ સેલિબ્રિટી લિસ્ટમાં અક્ષય 35માં નંબર પર છે. તેની વાર્ષિક કમાણી 6.6 કરોડ ડોલર (444 કરોડ રૂપિયા) છે. અક્ષયે આ બાબતે એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી.

અક્ષયે જણાવ્યુ કે, ''સ્વાભાવિક રીતે સારું લાગે છે. પણ હું આવા આર્ટિકલ્સની માત્ર હેડલાઈન્સ જ વાંચું છું. સાચું કહું તો મારા માટે પૈસા મેટર કરે છે પરંતુ અમુક લિમિટ સુધી જ. મને ખબર છે કે આ મારી મહેનતની કમાણી છે. હું એક એક રૂપિયા માટે ખૂબ મહેનત કરું છું. પૈસા એમ સરળતાથી નથી આવતા. મેં આને કમાવા પરસેવો પાડ્યો છે એટલે આ મારા માટે મહત્ત્વના છે.’'

રિપોર્ટ અનુસાર, અક્ષયની એક વર્ષની કમાણી ઇન્ટરનેશનલ સ્ટાર્સ રિહાના, જૈકી ચૈન, બ્રેડલી કૂપર અને સ્કારલેટ જૉનસન જેવા સેલિબ્રેટીઝ કરતા વધારે છે. 

આ ઇન્ટરવ્યૂમાં અક્ષયને પોતાની અપકમિંગ ફિલ્મને લઇને પૂછવામાં આવ્યુ કે, મિશન મંગળમાં 5 ફિમેલ એક્ટ્રેસ હોવામાં તેનો શું અભિપ્રાય છે? ખિલાડી કુમારે જવાબ આપતા કહ્યુ કે, ''હું પહેલા પણ આવી ફિલ્મો કરી ચૂક્યો છુ જ્યાં બીજી એક્ટ્રેસ અથવા તો એક્ટર લીડ રોલમાં હોય. મને યાદ છે જ્યારે હું ખાખી (2014)માં કામ કરી રહ્યો હતો, ત્યારે અમિતાભ બચ્ચન ફ્રન્ટથી લીડમાં રહ્યા હતા, જોકે ફિલ્મનો હીરો હું હતો. આ ઉદાહરણની મદદથી એટલુ જ કહીશ કે ફ્રન્ટમાં રહુ કે બેકગ્રાઉન્ડમાં, મારા માટે મેટર નથી કરતુ. એક સફળ અને શાનદાર સિનેમાનો ભાગ હોવું મારા માટે મહત્વનુ છે.હું ક્યારેય નથી વિચારતો કે મારો રોલ કેટલો મોટો છે, હું શરૂઆતથી આવો છું. મેં 20 વર્ષ પહેલા પણ ફિલ્મો કરી હતી, જેમાં 3-4 હીરો હતો. જો તારી ફિલ્મ છે તો મારા માટે આ બીજી વાતો મહત્વની નથી. 

 

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મ ભારતના મંગળ મિશન પર આધારિત છે. આ સ્પેસ ફિલ્મમાં અક્ષયની સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી અને શરમન જોશી લીડ રોલમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment અક્ષય કુમાર ઇન્ટરવ્યૂ Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ