બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Akshay kumar and rohit shetty fighting video going viral

બોલીવૂડ / સેટ પર અક્ષય કુમાર અને રોહિત ઝઘડી પડ્યાંના સમાચાર વહેતાં થયા, જાણો સમગ્ર મામલો

Published By: Parth

Last Updated: 06:27 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીનો એક વિડીયો વાયરલ થી રહ્યો છે જેમાં બંને મારામારી કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. અક્ષય કુમાર અત્યારે સૂર્યવંશી ફિલ્મને લઈને ખુબ નામના મેળવી રહ્યા છે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કેટરીના કેફ લીડ રોલમાં છે અને આ ફિલ્મને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી છે.

  • સૂર્યવંશીના સેટ પર અક્ષય અને રોહિત વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ 
  • અક્ષય કુમારે શેર કર્યો વિડીયો 
  • 27 માર્ચે રીલીઝ થશે સૂર્યવંશી ફિલ્મ 

સૂર્યવંશીનાં એક્ટર અને ડાયરેકટર વચ્ચે મારામારી થઈ

આ વિડીયો અક્ષય કુમારે પોતે જ શેર કર્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીએ એકબીજાને મારી રહ્યા છે બંને વચ્ચે ઝઘડો એટલો વધી જાય છે કે પોલીસે વચ્ચે આવવું પડે છે અને બંનેને અલગ કરે છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ શેર કરવામાં આવી રહ્યો લોકો કહી રહ્યા છે કે સૂર્યવંશીનાં એક્ટર અને ડાયરેકટર વચ્ચે મારામારી થઈ છે. 

રોહિત શેટ્ટી અને અક્ષય કુમારે મારામારીનો વિડીયો બનાવ્યો

ઉલ્લેખનીય છે કે ઘણી ન્યુઝ વેબ્સાઈટ પર ચલાવવામાં આવ્યું હતું કે સૂર્યવંશીના સેટ પર રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર વચ્ચે એટલી હદે મારામારી થઇ કે કરણ જોહરે વચ્ચે આવીને શાંત કરવા પડ્યા. આ ખબર તદ્દન ખોટી છે. હવે આ ખબરનું મજાક ઉડાવવા માટે રોહિત શેટ્ટી અને અક્ષય કુમારે મારામારીનો વિડીયો બનાવ્યો હતો. 

 

એક સીનમાં રણવીર સિંહ અને અજય દેવગણ પણ નજરે પડશે

આપને જણાવી દઈએ કે આ વિડીયો બનાવવામાં કેટરીના કેફે પણ મદદ કરી હતી. કેટરીનાએ પહેલાં મારામારીની ન્યુઝ બતાવી અને પછી વિડીયો દર્શાવવામાં આવ્યો. અક્ષય કુમારે આ વિડીયો શેર કરતાં લખ્યું કે બ્રેકીંગ ન્યુઝ- એક એવો ઝઘડો જે તમારો દિવસ બનાવી દેશે. ઉલ્લેખનીય છે કે સુર્યવંશીને કરણ જોહર અને રોહિત શેટ્ટીએ મળીને પ્રોડ્યુસ કરી છે. ધર્માં પ્રોડક્શન અને રોહિત શેટ્ટી પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 27 માર્ચનાં રોજ રીલીઝ થશે. એક સીનમાં રણવીર સિંહ અને અજય દેવગણ પણ નજરે પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Rohit Shetty akshay and rohit fighting suryavanshi અક્ષય કુમાર રોહિત શેટ્ટી સૂર્યવંશી Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ