બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / airtels download speeds fastest jio records highest 4g availability open signal report
ADVERTISEMENT

ઓપન સિગ્નલ રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર 2019માં એરટેલની સરેરાશ ડાઉનલોડિંગ સ્પીડ 9.6 એમબીપીએસ નોંધાઇ હતી. જયારે, વોડાફોન 7.9 એમબીપીએસ સ્પીડ સાથે બીજા અને આઇડિયા 7.6 એમબીપીએસની સ્પીડ સાથે ત્રીજા નંબરે આવી હતી. આ વખતે જિઓ 6.7 એમબીપીએસ ડાઉનલોડિંગ સ્પીડ સાથે સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
ઉલ્લ્ખેનીય છે કે ટ્રાઇએ ગયા મહિને રિલાયન્સ જિઓને સૌથી ઝડપી નેટવર્ક ગણાવ્યું હતું. ગ્રાહકોને 4 જી સરળતાથી મળવાની બાબતે જિઓ મોખરે છે. આ બાબતમાં જિઓની ટકાવારી 97.8 ટકા, એરટેલની 89.2 ટકા, વોડાફોનની 76.9 ટકા અને આઈડિયાની 77.4 ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના 32 શહેરોમાં જિઓ 4 જીના ગ્રાહકો 98 ટકા સુધી પહોંચી ગયા છે.

ADVERTISEMENT
આ અહેવાલ છેલ્લા 1 જૂન 2019થી અત્યાર સુધીના આંકડાના આધારે આપવામાં આવ્યો છે. સર્વે દેશના 42 શહેરોમાં 76.77 લાખ ડિવાઇસના આધારે કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લ્ખનીય છે કે 4 જીની આ સ્પીડ સરેરાશ છે. મોટા શહેરોમાં કેટલાક સમયે મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડ ડાઉન થઇ જતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. કોલ ડ્રોપની પણ સમસ્યા હજુ યથાવત છે. નિયમોના ભંગ બદલ કંપનીઓને અવારનવાર દંડ પણ થતો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.