બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વૈજ્ઞાાનિક સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો
નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્લેસેન્ટામાં પણ પ્રદૂષણના કણો પણ જોવા મળ્યા હતા. સ્કોટલેન્ડ અને બેલ્જિયમમાં 7 થી 20 અઠવાડિયાના 36 ભ્રૂણનો અભ્યાસ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ તારણ ચિંતાજનક છે. એક ક્યૂબિક મિલીલીટર ટીશ્યૂમાં હજારો કાળા કાર્બનના કણો મળી આવ્યા છે, જે ગર્ભાવસ્થા દરમિયાન માતાના શ્વાસ લેવાથી લોહી અને પ્લેસેન્ટામાંથી ગર્ભમાં પસાર થાય છે.
ADVERTISEMENT
ભ્રૂણના અંગોમાં પહોંચી રહ્યાં છે પ્રદૂષણના કણ
પ્રદૂષણના આ કણો વાહનો, ઘરો અને કારખાનાઓમાંથી નીકળતા ધુમાડામાંથી બને છે. શરીરમાં બળતરા પેદા કરે છે. આ અભ્યાસમાં સામેલ એબરડીન યુનિવર્સિટીના પ્રોફેસર પૌલ ફાઉલર કહે છે કે પ્રથમ વખત એવું જોવામાં આવ્યું છે કે બ્લેક કાર્બન નેનોપાર્ટિકલ્સ માતાની ગર્ભાવસ્થાના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં પ્લેસેન્ટામાં જાય છે અને પ્રદૂષણના આ કણો વાહનો, ઘરો અને કારખાનાઓમાંથી નીકળતા ધુમાડામાંથી બને છે. શરીરમાં બળતરા પેદા કરે છે. આ અભ્યાસમાં સામેલ એબરડીન યુનિવર્સિટીના પ્રોફેસર પૌલ ફાઉલર કહે છે કે પ્રથમ વખત એવું જોવામાં આવ્યું છે કે બ્લેક કાર્બન નેનોપાર્ટિકલ્સ માતાની ગર્ભાવસ્થાના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં પ્લેસેન્ટામાં જાય છે અને તેનો માર્ગ પણ શોધી કાઢે છે. વિકાસ થઈ રહેલા ગર્ભના અંગોમાં પણ તેનો માર્ગ પણ શોધી કાઢે છે. વૈજ્ઞાનિકોને ચિંતા એ બાબતની છે કે આ ઝેરી કણો વિકસિત થઈ રહેલા ભ્રૂણના મગજમાં પણ જઈ રહ્યા છે.
ADVERTISEMENT
આખી જિંદગી રહી શકે છે પ્રદૂષણની અસર
વિશ્વની 90% વસ્તી એવા સ્થળોએ રહે છે જ્યાં વાયુ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. તાજેતરનો અભ્યાસ અસરકારક રીતે દર્શાવે છે કે ઝેરી કણો ગર્ભાશયમાં અજાત બાળકના મગજને અસર કરે છે. અને એવી આશંકા છે કે આ પ્રદૂષણ બાળકના સમગ્ર જીવનને અસર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.