બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જો-જો Income Tax ના નામે ક્યાંક તમારી સાથે ફ્રોડ ના થઇ જાય! નવા સ્કેમથી સાવધાન

એલર્ટ / જો-જો Income Tax ના નામે ક્યાંક તમારી સાથે ફ્રોડ ના થઇ જાય! નવા સ્કેમથી સાવધાન

Published By: Jinal Chauhan

Last Updated: 12:45 PM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્ડ્રોઇડ (Android) યુઝર શંકાસ્પદ મેસેજ અથવા લિંકને માત્ર એક “ગોળ” (બટન) દબાવીને તેની સચ્ચાઈ જાણી શકે છે. આ એઆઈ (AI) ફ્રોડ પૅટર્નને ઓળખી લે છે. આઈફોન (iPhone) અને જુના એન્ડ્રોઇડ યુઝર માટે મેસેજનો સ્ક્રીનશોટ લઈને ગૂગલ લેન્સ (Google Lens) વડે તપાસ કરી શકાય છે.

ટેક્સ સિઝન શરૂ થતા જ સ્કેમ મેસેજ ખૂબ વધી જાય છે. ઘણા લોકો સરકારની એજન્સી, ટેક્સ કન્સલ્ટન્ટ કે ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ બનીને મેસેજ મોકલતા હોય છે અને ઝડપથી રિફંડ અથવા વધુ રિટર્નની લાલચ આપે છે. આ મેસેજનો મુખ્ય ઉદ્દેશ યુઝર્સને ઝડપી નિર્ણય લેવા માટે મજબૂર કરવો હોય છે જેથી તેઓ પોતાની પર્સનલ કે બેન્કિંગ માહિતી શેર કરી દે. આ સમસ્યાને સરળ બનાવવા માટે Google એ પોતાના AI ટૂલ્સની મદદથી એક સરળ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે.

Circle to Search કેવી રીતે મદદ કરે છે?

Circle to Search એ એન્ડ્રોઇડમાં એક ફીચર છે જેની મદદથી તમે કોઈ પણ ટેક્સ કે લિંક તરત ચેક કરી શકો છો એ માટે તમારે એપ બંધ કરવાની જરૂર નથી. જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો તેને ખોલો, હોમ બટન અથવા નેવિગેશન બાર દબાવી Circle to Search ચાલુ કરો. ત્યારબાદ જે ટેક્સ્ટ કે લિંક શંકાસ્પદ લાગે છે તેને આંગળીથી ઘેરો. થોડા જ સેકંડમાં AI એ તે ટેક્સ્ટ કે લિંકનું એનાલિસિસ કરીને બતાવી દેશે કે તેમાં જોખમ છે કે નહી જેમ કે વધારે રિટર્નનો વાયદો ઝડપી નિર્ણય લેવાનું દબાણ કે અજાણ્યો સોર્સ.

shivaleeka-oberoi (6)

Google Lensથી પણ ચેક કરી શકો છો

જો તમારા ફોનમાં Circle to Search નથી તો Google Lens પણ ઉપયોગી વિકલ્પ છે. તેના માટે શંકાસ્પદ મેસેજનો સ્ક્રીનશોટ લો અને Google એપમાં Lens ફીચર ખોલો ત્યાં સ્ક્રીનશોટ અપલોડ કરો અને AI ને તેને એનાલાઇઝ કરવા દો. થોડા જ સમય પછી તે તમને એક સારાંશ બતાવશે જેમાં જણાવાશે કે મેસેજ સુરક્ષિત છે કે તેમાં સ્કેમના સંકેત છે. આ રીત એન્ડ્રોઇડ અને iPhone બંનેમાં કામ કરે છે.

કયા ડિવાઈસમાં કામ કરશે ફિચર

આ ફીચર એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં ઉપલબ્ધ છે જેમાં Circle to Search સપોર્ટ હોય. જ્યારે Google Lens નો ઉપયોગ કરીને iPhone અને ટેબલેટ યુઝર્સ પણ આ ફીચરનો લાભ લઈ શકે છે. અર્થાત લગભગ દરેક સ્માર્ટફોન યુઝર આ AI સિક્યુરિટી ફીચરનો ઉપયોગ કરી શકે છે.

AI કેવી રીતે ઓળખે છે સ્કેમ?

આ AI ટેક્નોલોજી મેસેજમાં રહેલા પેટર્નને ઓળખી શકે છે. તે મેસેજની ભાષા, લિંક અને ઓફર જોઈને સમજાવે છે કે તેમાં કયાંક ઠગાઈના સંકેત છે કે નહીં. ઉદાહરણ તરીકે જો કોઈ મેસેજ ખૂબ વધારે નફો આપવાનો વાયદો કરે અથવા તરત પગલાં લેવા માટે દબાવ આપે તો AI તેને શંકાસ્પદ માનશે.

vtv app promotion

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી ડિજિટલ પેમેન્ટના નિયમોમાં થશે ફેરફાર, જાણો આમ આદમીને શું અસર થશે?

કેવી રીતે ઉપયોગ કરવો

આ ફીચરનો ઉપયોગ શરૂ કરવા માટે સૌપ્રથમ Google એપને અપડેટ કરો. ત્યારબાદ તમારા ફોનમાં Circle to Search ચાલુ કરો. જ્યારે પણ કોઈ અજાણ્યો કે શંકાસ્પદ મેસેજ આવે તો તેના પર ક્લિક કરવા કે માહિતી આપતા પહેલાં તે AIથી ચેક કરવું જરૂરી છે.

ફીચર કેમ જરૂરી છે

આ ફીચર મહત્વનું છે કારણ કે આજકાલ ઓનલાઇન ઠગાઈ ઝડપથી વધે છે અને લોકો એક નાની ભૂલથી મોટી આર્થિક નુકસાન ભોગવી શકે છે. આવા સમયમાં આ AI આધારિત ફીચર યુઝર્સ માટે એક સુરક્ષાના કવચની જેમ કામ કરે છે. તે માત્ર તમને સ્કેમથી બચાવતું નથી, પણ તમને સજાગ પણ બનાવે છે કે કયા પ્રકારના મેસેજ પર ભરોસો કરવો જોઈએ અને કયા મેસેજથી દૂર રહેવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI security feature Google Lens Circle to Search

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ