બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / અમદાવાદમાં પણ ગિલ 'શુભમેન' ન રહ્યો! ટેસ્ટ શરુ થતાં પહેલાં જ કરી નાખ્યો મોટો ધબડકો, સતત છઠ્ઠી વાર
Last Updated: 11:34 AM, 2 October 2025
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિસ સામેની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે એક અનિચ્છીય રેકોર્ડ કરી નાખ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન શુભમન ગિલ ફરી એકવાર ટોસમાં નસીબ શોધી શક્યો નહીં અને તે છઠ્ઠી વાર ટોસ હારી ગયો.
ADVERTISEMENT
Crowd for Shubman Gill in an international match.pic.twitter.com/JhqhDfJzEa
— Lovely ❣️ (@fen06_lovely) October 2, 2025
કેપ્ટન તરીકે શુભમન ગિલ છઠ્ઠી વાર ટોસ હાર્યો
ADVERTISEMENT
કેપ્ટન તરીકે શુભમન ગિલની આ છઠ્ઠી ટેસ્ટ છે. ગિલ ટેસ્ટ કેપ્ટન તરીકે અત્યાર સુધીની બધી છ ટેસ્ટ મેચમાં ટોસ હારી ચૂક્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેણે પાંચેય ટેસ્ટ મેચમાં ટોસ પણ હારી ગયો હતો અને હવે છઠ્ઠી વાર તે ટોસ હાર્યો છે. બેવન કોંગડન કેપ્ટનશીપની શરૂઆતમાં સતત મેચમાં ટોસ હારવાનો રેકોર્ડ ધરાવે છે. તે સાત મેચોમાં ટોસ હાર્યો હતો. બીજા ક્રમે શુભમન ગિલ અને ન્યૂઝીલેન્ડનો ટોમ લાથમ આવે છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન:
ADVERTISEMENT
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન:
તેજનારાયણ ચંદ્રપોલ, જોન કેમ્પબેલ, એલિક એથાનેસ, બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ (કેપ્ટન), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખારી પિયર, જોહાન લેન, જેડેન સીલ્સ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.