બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ખુબસૂરત વેવાણને લઈને ભાગ્યો વેવાઈ, દીકરીનું સેટ કરવા જતાં પોતે સેટ થયો, પછી જબરો આવ્યો ટ્વિસ્ટ
Last Updated: 09:47 AM, 2 October 2025
પ્રેમ કોની સાથે અને ક્યારે થઈ જાય તેનું કંઈ ન કહેવાય! તાજેતરમાં બિહારના સાસારામમાં એક હેરાનીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક શખ્સ પોતાની દીકરી માટે છોકરો જોવા ગયા પરંતુ ખુબૂસરત વેવાણના પ્રેમમાં પડ્યાં અને આખરે તેની સાથે ભાગીને લગ્ન કર્યાં હતા.
ADVERTISEMENT
દીકરી માટે છોકરો જોવા ગયા ત્યારે પ્રેમમાં પડ્યાં
બિહારના સાસારામની એક આશ્ચર્યજનક પ્રેમકથાએ અણધાર્યો વળાંક લીધો જ્યારે ચાર બાળકોના પિતા અને ત્રણ બાળકોની માતાએ સ્થાનિક રજિસ્ટ્રી ઓફિસમાં લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. સંબંધમાં બન્ને વેવાણ-વેવાણ થતાં હતા. પરિવારના સભ્યોએ વેવાઈ-વેવાણની જૂતા અને ચંપલથી પિટાઈ કરી હતી, મોટો હોબાળો મચતાં પોલીસ પણ આવી હતી. સાસારામના શિવસાગર એરિયામાં દયાશંકર રામના નામના શખ્સ પોતાની દીકરી માટે છોકરો જોવા ગયા હતા. તેમની દીકરી અને ધર્મશિલાના દીકરાની સગાઈ પણ થઈ હતી. પરંતુ આ દરમિયાન દયાશંકર રામ અને ધર્મશિલા પ્રેમમાં પડ્યાં અને કોઈને ખબર ન પડે એ રીતે ખાનગીમાં લગ્ન પણ કરી લીધા હતા.
ADVERTISEMENT
મંદિરમાં ખાનગીમાં કરી લીધા લગ્ન
આ કપલે કોઈને ખબર ન પડે એ રીતે મંદિરમાં ખાનગીમાં લગ્ન કરી લીધા હતા અને લગ્નની નોંધણી માટે સાસારામ કોર્ટમાં ગયા ત્યારે તેમના પરિવારને ખબર પડી ગઈ અને પછી બધા ત્યાં દોડી આવ્યાં હતા અને બન્નેની ચંપલથી પિટાઈ કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : લગ્નના દિવસે જ શરુ થઈ ગયા વરરાજા! બધાની સામે દુલ્હનને કરી લિપલોક, વીડિયો વાયરલ
દયાશંકર 3 બાળકોના પિતા
ADVERTISEMENT
દયાશંકરે પહેલાથી જ બે પત્નીઓ ગુમાવી દીધી છે, તે ત્રણ બાળકોના પિતા છે. તેમની મોટી પુત્રીની સગાઈ ધર્મશિલા દેવીના પુત્ર સાથે થઈ હતી. દરમિયાન, ધર્મશિલાએ જણાવ્યું કે તેનો પતિ સુનીલ રામ વારંવાર તેનું શોષણ કરતો હતો, અને તેના ગુસ્સાથી કંટાળીને, તેણે દયાશંકર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.