બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે પ્રસ્તાવ રજૂ, હર્ષ સંઘવીએ સબમીટ કરી પ્રપોઝલ
Last Updated: 12:11 AM, 30 August 2025
કોમનવેલ્થ ગેમ્સને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં હોસ્ટ કરવા પ્રપોઝલ મુકાઈ છે. રાજ્ય રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે મળી પ્રપોઝલ સબમીટ કરી છે.
ADVERTISEMENT
ઈન્ડિયન ઓલોમ્પિકના અધ્યક્ષ પી.ટી.ઉષા તથા ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ અશ્વિનિકુમાર સહિતના અધિકારીઓનું ડેલિગેશન હાલ લંડનના પ્રવાસે છે. લંડનમાં કોમનવેલ્થ ગેમ્સની બીડ સબમીટ કરવામાં આવી છે. મહત્વનું છે કે આજે નેશનલ સ્પોર્ટ્સ ડે છે, ત્યારે આજના દિવસે જ કોમનવેલ્થ ગેમ્સ માટે ની બીડ સબમીટ કરવામાં આવી છે.
જો ભારતનું કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટેનું બિડ મંજૂર થાય તો કેબિનેટે હોસ્ટ કોલેબોરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, સંબંધિત મંત્રાલયો અને વિભાગો પાસેથી જરૂરી ગેરેંટી ઉપલબ્ધ કરાવવા અને ગુજરાત સરકારને ગ્રાન્ટ-ઇન-એડ આપવા પણ મંજૂરી આપી છે. ઇન્ડિયન ઓલિમ્પિક્સ ઍસોસિએશન આગામી 48 કલાકમાં તમામ પ્રક્રિયા પૂરી કરશે.
ADVERTISEMENT
ભારત ઉપરાંત આ દેશોએ પણ દાખવ્યો છે રસ
જો કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ભારતનું બિડ મંજૂર કરે તો ભારતને બીજી વખત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તક મળશે. અગાઉ 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું. કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી દ્વારા આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જેની જાહેરાત ગ્લાસગોમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાત સરકારની ભરતીના નિયમોમાં મોટા ફેરફાર, પરીક્ષા આપતા પહેલા વાંચી લેજો
CWG ઉપરાંત ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ભારતે ઓલિમ્પિક ગેમ્સ-2036ની યજમાની માટે પોતાની બોલી રજૂ કરી હતી.2032 માટે ઓલિમ્પિક યજમાનો નક્કી થઈ ગયા છે. 2032 ઓલિમ્પિકની યજમાની ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનને સોંપવામાં આવી છે. જ્યારે 2028 ઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાવવાનો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.