બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad: Shaheri Kotda 2 round of Firing on Jewelers named nilesh dalal's car

શહેરી કોટડા / કારનો દરવાજો ખખડાવ્યો પછી બંદૂક કાઢીને ધડાધડ ફાયરિંગ: અમદાવાદમાં શૉકિંગ ઘટના

Vaidehi

Last Updated: 07:40 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેર કોટડામાં લૂંટના ઇરાદે જ્વેલર્સના વેપારીની કાર પર ત્રણ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ, પરંતુ વેપારીએ કાર ન રોકીને સ્પીડમાં હંકારી મૂકતા લૂંટારાઓ નિષ્ફળ થયા .પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. શું હતી સમગ્ર ઘટના જોઈએ અહેવાલ.

  • શહેર કોટડામાં ફાયરિંગની ચોંકાવનારી ઘટના
  • લૂંટનાં ઈરાદે જ્વેલર પર 2 રાઉન્ડ ફાયરિંગનો મામલો
  • પોલીસે તાત્કાલિક 3 આરોપીઓની કરી અટકાયત

અમદાવાદનાં શહેર કોટડામાં જ્વેલર્સના વેપારીની કાર પર ત્રણ શખ્સોએ લૂંટના ઇરાદે બે રાઉન્ડ ફાયરિંગ કરી. જેમાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને કાર ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ  વેપારીએ કાર હંકારી મૂકી જેથી બાદમાં બીજું ફાયરિંગ ટાયર પર કર્યુ હતું. પરંતુ વેપારીએ કાર ન રોકતા ત્રણેય શખ્સો બાઇક લઇને ભાગી ગયાં હતા. 

નિલેશભાઈ દલાલની કાર પર ફાયરિંગ
નારણપુરામાં રહેતા નિલેશભાઇ દલાલ નિકોલમાં માંગલીક ગોલ્ડના નામથી સોના-ચાંદીના દાગીના વેચવાનો ધંધો કરે છે. 6 ફ્રેબ્રુઆરીએ સવારના સમયે તેઓ પોતાના ધંધા પર  આવ્યા હતા અને રાત્રીના સમયે ગાડી લઇને ઘરે પરત જતા હતા. ત્યારે બાપુનગર શ્યામ શિખર ચાર રસ્તા થઇને અનિલસ્ટાર્ચ મિલ પાસેથી પસાર થતા હતા ત્યારે  મિત્રનો ફોન આવતા તેમણે ગાડી રોકી હતી. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ આવ્યો અને તેણે કારનો દરવાજો ખખડાવ્યો હતો. જે બાદ શખ્સે ગાડીની આગળ  આવીને કાચ પર બંદૂકથી ફાયરિંગ કર્યુ હતું. જેથી નિલેશભાઇ ગભરાઇને ત્યાંથી કારમાં જ ભાગી ગયા હતા. જે બાદ શખ્સે તેના બે સાગરિતો સાથે મળીને નિલેશભાઇનો બાઇક પર પીછો કરીને રોકવાનો  પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે કાર રોકી ન હતી. જે બાદ સરસપુર સીટી ગોલ્ડ સિનેમા પાસે શખ્સોએ ફરીથી કારના ટાયર પર ફયરિંગ કર્યુ હતુ. જે બાદ ત્રણેય શખ્સો ચામુંડા બ્રિજ તરફ નાસી  ગયા હતા.

પોલીસને તાત્કાલિક કર્યો ફોન
ફાયરિંગની ઘટનાથી ગભરાયેલા નિલેશભાઇએ પોલીસને ફોન કરતા પોલીસનો કાફ્લો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં લૂંટ કરવાના ઇરાદે ફાયરિંગ કર્યુ હોવાની આશંકા સેવાઇ રહી છે. આ અંગે  નિલેશભાઇએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. તપાસમાં સામે આવ્યું કે લૂંટના પ્રયાસ કરવા માટે જે બાઇકનો ઉપયોગ કર્યો  હતો તે ચોરીની છે . શહેરકોટડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ CCTV ફુટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.જેમાં 3 શકાસ્પદ લોકોની અટકાયત કરી છે .

વધુ વાંચો: PM મોદી ગુજરાતનાં CM બન્યા પછી તેમની જ્ઞાતિને OBC કરાઇ? રાહુલ ગાંધીના આરોપ પર ભાજપે જુઓ શું કહ્યું

મોરે ગેંગનું કનેક્શન
ફાયરિંગ અને લૂંટ પ્રયાસનાં આ કેસમાં મોરેના ગેંગનું કનેક્શન ખુલ્યું છે . જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ  મુખ્ય સૂત્રધારને પકડવા રવાના થઈ છે. હાલમાં શહેર કોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ