બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / ભારત / Ahmedabad police found a new way to break? Accused reveal Gogamedy's murder mystery, SAvIND match not tossed

2 મિનિટ 12 ખબર / અમદાવાદ પોલીસે તોડ કરવાનો નવો રસ્તો શોધ્યો? આરોપીઓએ ગોગામેડીની હત્યાનું રહસ્ય ખૂલ્યું, SAvIND મેચનો ટૉસ જ ન થયો

Dinesh

Last Updated: 07:16 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: અમદાવાદના બીમાનગર સોસાયટી આગળ પોલીસકર્મીઓએ યુવક પાસે તોડ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે, સુરેશ ગુર્જર નામના યુવક હજાર રૂપિયા પડાવ્યાના આરોપ

Chhattisgarh chief minister likely to be named by BJP today. Who are the front-runners?

છત્તીસગઢમાં ભાજપે સીએમના નામનું એલાન કરી દીધું છે. રાજધાની રાયપુરમાં યોજાયેલી ભાજપ ધારાસભ્યની બેઠકમાં વિષ્ણુદેવ સાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. બેઠકમાં હાજર તમામ 54 ધારાસભ્યોએ વિષ્ણુદેવ સાયના નામને સર્વસંમતિથી વધાવી લીધું હતું.   છત્તીસગઢના સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવશે. વિજય શર્મા ડેપ્યુટી સીએમ અને અરુણ સાઓ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. બીજેપીએ આજે ​​જ છત્તીસગઢના સીએમના નામની જાહેરાત કરી છે. છત્તીસગઢના સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવશે. વિજય શર્મા ડેપ્યુટી સીએમ અને અરુણ સાઓ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. અરુણ સાવવ હાલમાં છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત થઈ ચૂકી છે. હવે તેમની સાથે બે ડેપ્યુટી સીએમના નામ પણ સામે આવ્યા છે.

Cash treasure found from Congress MP Dheeraj Sahu's 'Kashlok', Rs 353 crore seized, counting done; BJP attacker

કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલા સ્થળો પરથી આવકવેરાના દરોડામાં કુલ 353 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. આ રૂપિયા ગણવામાં કુલ પાંચ દિવસ લાગ્યા હતા. આ મતગણતરી રવિવારે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી. આ સમય દરમિયાન ઘણા આઈટી અધિકારીઓ અને બેંક કર્મચારીઓ કલાકો સુધી બેસીને નોટો ગણતા હતા. ઈન્કમટેક્સે પાંચ દિવસ પહેલા ઓડિશા સહિત ત્રણ રાજ્યોમાં ઓડિશા સ્થિત ડિસ્ટિલરી ગ્રૂપ પર કરચોરીના આરોપસર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. દેશમાં અત્યાર સુધીના ઇતિહાસમાં આ સૌથી વધુ રોકડ જપ્તી છે.રવિવાર સાંજ સુધીમાં બોલાંગીર, તિતલાગઢ અને સંબલપુરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ત્રણ શાખાઓમાં બેંક અધિકારીઓએ 3 ડઝનથી વધુ કાઉન્ટિંગ મશીનો અને 80 અધિકારીઓને તૈનાત કરીને આશરે રૂ. 353 કરોડની ગણતરી કરી હતી. SBI બોલાંગીરના પ્રાદેશિક મેનેજરે જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસમાં સ્ટાફ દ્વારા ગણતરી કરવામાં આવેલી રોકડની રકમ તેઓ એક વર્ષમાં ગણી છે તેના કરતા વધુ છે. રૂ. 100, 200 અને 500ની નોટોની 176 થેલીઓ હતી. આ દારૂ બોલાંગીર શહેરના સુદાપાડા વિસ્તારમાં આવેલી કંપનીની ઓફિસમાંથી એક દિવસ પહેલા બોલાંગીરની એસબીઆઈની મુખ્ય શાખામાં લાવવામાં આવ્યો હતો.

Shooter Nitin and Rohit had received Rs 50000 each for murder of Sukhdev Singh Gogamedi

કરણી સેના ચીફ સુખદેવસિંહ ગોગામેડીના હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફોજીને મર્ડરના કેટલા પૈસા મળ્યાં હતા તેને લઈને એક જાણકારી સામે આવી છે. શૂટર રોહિત રાઠોડ અને નીતિન ફોજીને ગોગામેડીના મારવા બદલ 50-50 હજાર આપવામાં આવ્યાં હતા. કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાં હતા. પકડાયા પહેલા, તેઓએ ચંદીગઢથી ગોવા ભાગી જવાની યોજના બનાવી હતી. તેણે નકલી આઈડી કાર્ડની મદદથી ચંદીગઢમાં એક હોટલનો રૂમ પણ લીધો હતો. હત્યારાઓએ ચંદીગઢની હોટલમાં જયવીર, દેવેન્દ્ર અને સુખવીરના નામે રૂમ બુક કરાવ્યો હતો. ત્રણેયે હોટલ સ્ટાફને જણાવ્યું હતું કે તેઓ મનાલીથી આવી રહ્યા છે અને પછી હરિયાણા જઇ રહ્યા છે. તેઓ શનિવારે સાંજે 7:40 વાગ્યે હોટલ પર પહોંચ્યા હતા અને માત્ર 1 કલાક બાદ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ અને રાજસ્થાન પોલીસની ક્રાઇમ બ્રાંચે જોઇન્ટ ઓપરેશન દરમિયાન ત્રણેયની હોટલમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછ મુજબ હત્યાના લગભગ એક અઠવાડિયા પહેલા આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે આ હત્યાકાંડને અંજામ આપતી વખતે માર્યા ગયેલા મૃતક નવીન શેખાવતે ગોગામેડીની રેકી પણ કરી હતી. 

Mayawati's big decision before the Lok Sabha elections was to hand over her entire inheritance to her nephew Akash Anand

લાંબા સમયની અટકળો પછી બસપાના વડા માયાવતીએ આખરે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યોજાયેલી બેઠકમાં બસપા સુપ્રીમો માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. આ બેઠકમાં BSP સુપ્રીમોએ તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના મુખ્ય અધિકારીઓને બોલાવ્યા હતા.આકાશ આનંદને પાર્ટીની કમાન મળશે કે કેમ તે અંગે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી એવામાં માયાવતીએ જાહેરાત કરી કે એમનો વારસો ભત્રીજા આકાશ આનંદને સોંપ્યો છે. એવામાં BSP નેતા ઉદયવીર સિંહનું કહેવું છે કે BSP ચીફ માયાવતીએ આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. હવે આગામી લોકસભાની ચૂંટણી અને તેની તૈયારીઓને લઈને આકાશ આનંદનું કદ વધવાના સંકેત મળી રહ્યા છે.' સાથે જ અનેક જાણકારોનું કહેવું છે કે 'બેઠકમાં કરવામાં આવેલી આ જાહેરાતથી ઉત્તર પ્રદેશની રાજનીતિ અને પાર્ટીની રાજકીય લાઇન પર મોટી અસર પડી શકે છે.'

allahabad high court acquitted accused ruled marital rape not crime wife 18 years of age

મેરિટલ રેપ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે પરંતુ તે પહેલા એક મોટી હાઈકોર્ટે મેરિટલ રેપને લઈને ચુકાદો જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ હોય તો વૈવાહિક બળાત્કારને ગુનો ગણી શકાય નહીં. અદાલતે આ ટિપ્પણી પતિને તેની પત્ની વિરુદ્ધ "અકુદરતી ગુનો" કરવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કરતી વખતે કરી હતી. આ કેસના આરોપીઓને આઈપીસીની કલમ 377 હેઠળ દોષિત ઠેરવી શકાય નહીં એમ જણાવતાં જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે દેશમાં મેરિટલ રેપને હજુ સુધી ગુનો ગણવામાં આવ્યો નથી. અલ્હાબાદ હાઈકોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના અગાઉના અવલોકનને સમર્થન આપતા એમ પણ કહ્યું હતું કે વૈવાહિક સંબંધમાં કોઈ 'અકુદરતી ગુના' (આઈપીસીની કલમ 377 મુજબ) માટે કોઈ સ્થાન નથી.

Union Home Minister Amit Shah attacked the Congress regarding the seizure of crores of cash from the house of a Congress MP

આવકવેરા વિભાગે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં રોકડ 352 કરોડ રકમ મળી આવ્યાની માહિતી છે. જે કોંગ્રેસ સાંસદના ઘરેથી કરોડોની રોકડ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જણાવ્યું કે, આઝાદી પછી આટલી મોટી રકમ કોંગ્રેસ સાંસદના ઘરેથી મળી તે આશ્ચર્યજનક છે. આ મામલે I.N.D.I.A. ગઠબંધન કેમ ચુપ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મૌન હોવાનું કારણ તેમનો ભ્રષ્ટાચારી સ્વભાવ છે. આ મામલે JDU, RJD, DMK અને SP પણ મૌન છે. પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ અભિયાન ચલાવવાનું કારણ તેમના ભ્રષ્ટાચારની પોલ ખુલવાનો છે. તેમણે કહ્યું કે,  હું તો માનું છું આ મામલે રાહુલ ગાંધી સહિતને જવાબ આપવો જોઈએ. અમારી લડાઈ 2014થી જ ભ્રષ્ટ્રાચાર વિરોધી છે

આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો કેવો રહેશે ઠંડીનો  માહોલ | Anxiety section status for next five days cope with the situation

હવામાન વિભાગ ફરી એક વખત હવામાનને લઈ આગાહી કરી છ કે,રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ સુકું રહેશે. આ સાથે આગામી 2 વરસાદની પણ કોઈ સંભાવના નથી. રાજ્યમાં આગામી 2 વરસાદની પણ કોઈ સંભાવના નથી. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો પારો એક બે ડિગ્રી ઘટશે. આ સાથે આગામી 2-3 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં આવે. મહત્વનું છે કે, નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.

માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં વધશે ઠંડીનું જોર, ખેડૂતો મુશ્કેલીમાં, જુઓ શું  કહે છે અંબાલાલ પટેલ | Ambalal's forecast is that cold will gradually  increase due to snowfall

અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે.

In front of Bimanagar Society in Ahmedabad, the policemen allegedly assaulted a young man

અમદાવાદમાં ફરી એક વખત પોલીસ પર તોડકાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીમાનગર સોસાયટી આગળ પોલીસકર્મીઓએ યુવક પાસે તોડ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. સુરેશ ગુર્જર નામના યુવક પાસેથી પોલીસકર્મીએ એક હજાર રૂપિયા પડાવ્યાના આરોપ લગાવવામાં આવ્યો છે. ભોગ બનનાર જણાવ્યું કે, 9 ડિસેમ્બરે સવારે 11.15 વાગ્યે બીમાનગર સોસાયટી આગળ બેઠો હતો ત્યારે PCR વાન લઈને આવેલા 2 પોલીસકર્મીઓએ મને બોલાવ્યો હતો. મને ધમકાવીને 2 પોલીસકર્મીઓએ મારો ફોન લઈ લીધો હતો. તેમણે મારા તમામ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ પણ ચેક કર્યા હતા. Dream11ની એપ્લિકેશન જોયા બાદ સટ્ટો રમતા હોવાનું કહીને મને ધમકાવ્યો હતો. 

Gujarat High Court : ahmedabad Man used wife to misuse Domestic Voilence act against dad

ગુજરાતમાં ઘરેલુ હિંસાના કાયદાના દુરુપયોગનો ગંભીર કેસ સામે આવ્યો છે. 96 વર્ષના પિતાથી ઘર ખાલી કરાવવા માટે દીકરાએ પત્નીને કહીને ઘરેલુ હિંસાનો કેસ પોતાના જ પિતા પર કરાવ્યો. દીકરા અને વહુના ખોટા કેસના કારણે 96 વર્ષના વૃદ્ધે વારંવાર કોર્ટના ધક્કા ખાવા પડ્યા. જોકે હવે હાઇકોર્ટમાં દીકરા અને વહુની પોલ ખૂલી ગઈ છે. હાઇકોર્ટે દીકરાને જ ઘર ખાલી કરવાનો આદેશ આપી દીધો છે. હાઇકોર્ટે આદેશ આપ્યો કે દીકરાને વૃદ્ધ મા-બાપના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે, સાથે જ સિંગલ બેન્ચના આદેશ પર પણ રોક લગાવવામાં આવી. નોંધનીય છે કે વર્ષ 2019માં દીકરાના વ્યવહારથી પરેશાન થઈને વૃદ્ધ દંપત્તિએ કેસ નોંધાવ્યો હતો. જે બાદ ટ્રિબ્યુનલે દીકરાને ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો. દીકરા સામે આવ્યો આદેશ આવતા વહુએ સસરા સામે જ ઘરેલુ હિંસાનો કેસ કરી નાંખ્યો, આટલું જ નહીં વહુ તરફથી એવો પણન દાવો કરવામાં આવ્યો કે આ ઘરમાં રહેવાનો તેનો પણ અધિકાર છે. 

A farmer of Chhatdia village of Dhari taluka of Amreli district committed suicide and caused a stir in the parish.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા ગામના ખેડૂતે આપઘાત કરતાં પંથકમાં ચકચાર મચી છે. બાલાભાઈ ઓધવજીભાઈ નાડોદ્રા નામના ખેડૂત 3 વીઘા ખેતી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. ખેતી માટે તેઓએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી લોન લીધી હતી. લોન ભરપાઈ નહી કરી શકતાં બેંક દ્વારા અવાર નવાર નોટિસ આવતી હતી. રૂપિયા 3 લાખ 59 હજાર બાકી લેણું ભરવાની ક્ષમતા નહી હોવાથી પોતાના ઘરમાં દોરડા વળે ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ હતુ. 

India vs South Africa 1st T20: Tour opening game washed out

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટી 20 મેચમાં વિઘ્ન આવ્યું છે. વરસાદ ચાલું જ રહેતા મેચ રમાઈ શકી નહોતી અને આખરે તેને રદ કરી દેવી પડી હતી. આફ્રિકાના ડરબનમાં આ મેચ રમાવાની હતી પરંતુ મેચ પહેલા જ ધોધમાર વરસાદ શરુ થઈ ગયો હતો જે અટક્યો જ નહીં અને આને કારણે ટોસ વગર જ મેચ રદ્દ કરી દેવામાં આવી હતી.ટી-20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં યોજાયેલી પાંચ ટી-5ની શ્રેણીમાં પણ તેણે કેપ્ટન્સી સંભાળી હતી. આ શ્રેણીમાં ભારતીય ટીમે પણ 20-4થી મજબૂત જીત મેળવી હતી.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ