ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 30 ડોક્ટર્સ અન્નનો કોળિયો મોઢામાં મૂકે તે પહેલા જ કાળનો કોળિયો બની ગયાં

મૃત્યુ ભોજ / 30 ડોક્ટર્સ અન્નનો કોળિયો મોઢામાં મૂકે તે પહેલા જ કાળનો કોળિયો બની ગયાં

Last Updated: 10:36 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કે આ મેસ બિલ્ડિંગની તસ્વીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં જમવાની થાળીઓ પિરસેલી હાલતમાં પડી છે. દેશનાં હોનહાર 30 થી વધારે ડોક્ટર્સ અન્નનો કોળિયો મોઢામાં મુકે તે પહેલા તેઓ કાળનો કોળિયો બની ગયા હતા.

ADVERTISEMENT

Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઇન્ડિયાની AI 171 ક્રેશ થઇ જવાનાં કારણે સેંકડો પરિવારો રઝળી પડ્યાં છે. આ ફ્લાઇટમાં રહેલા તમામ મુસાફરોનાં મોત તો નિપજ્યાં જ છે પરંતુ આ પ્લેન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડિંગમાં રહેલા ભારતનાં ભવિષ્યનાં હોનહાર ડોક્ટર્સનું પણ નિધન થયું છે. જેમને ફ્લાઇટ સાથે કોઇ નાહ્વા નિચોવાના પણ સંબંધો નહોતા તેવા લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સની મેસ બિલ્ડિંગમાં પ્લેન ક્રેશ થઇ ગયું હતું.

હૃદય દ્રાવક દ્રશ્યો સામે આવ્યા

જો કે આ મેસ બિલ્ડિંગની તસ્વીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં જમવાની થાળીઓ પિરસેલી હાલતમાં પડી છે. દેશનાં હોનહાર 30 થી વધારે ડોક્ટર્સ અન્નનો કોળિયો મોઢામાં મુકે તે પહેલા તેઓ કાળનો કોળિયો બની ગયા હતા. વિમાન દુર્ઘટનામાં મુસાફરોનાં મોત નિપજ્યાં તે ખુબ જ દુખદ બાબત છે જ પરંતુ સાથે સાથે નિર્દોષ નાગરિકો કે જેમને આ ફ્લાઇટ કે દુર્ઘટના સાથે કાંઇ જ લેવા જેવા નહોતા તેવા લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. આ મૃતકો કોઇ સામાન્ય નહી પરંતુ દેશની અત્યંત અઘરી પરીક્ષાઓ પાસ કરીને પ્રતિષ્ઠિત બી.જે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી ચુકેલા હોનહાર ડોક્ટર્સ હતા. જે પ્રાથમિક ડોક્ટરી તો પુર્ણ કરી ચુક્યાં હતા હવે જે તે બ્રાંચમાં વિદ્વતા પ્રાપ્ત કરવા માટે માસ્ટર્સ કરી રહ્યા હતા. આ ડોક્ટર્સનાં મોતને કારણે હાલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો : VTV ડિજીટલના એક કર્મચારીના બે પરિજનોએ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

સિવિલ હોસ્પિટલમાં શોકની લાગણી

પહેલાથી જ એક પછી એક આવી રહેલા મૃતદેહો અને આટલી મોટી દુર્ઘટનાને કારણે પહેલાથી જ શોકની લાગણી ફેલાયેલી હતી. તેમાં રેસિડેન્ટ ડોક્ટરનાં મોતની ઘટનાનાં સમાચાર સામે આવતાની સાથે જ સિવિલ હોસ્પિટલમાં શોકની લાગણી વધારે ઘેરી બની હતી. ડોક્ટર્સ પોતાનાં સાથી મિત્રોનાં મોતનાં શોકનાં કારણે વધારે આઘાતમાં સરી પડ્યાં હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

(હાલ મૃત્યુના આંકડો કન્ફર્મ થયા નથી પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતીનાં આધારે સમગ્ર આંકડા લખવામાં આવ્યા છે)

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash doctors killed in plane crash 30 doctors dead
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ