બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શું અમદાવાદ એરપોર્ટના માથે છે મોટું સંકટ? એક મેઇલ મળતા પોલીસ ચિંતામાં
Last Updated: 08:29 AM, 8 July 2025
તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટ બાથરૂમની પાઈપલાઈનમાં આઈઇડી વિસ્ફોટક છુપાવ્યું હોવાનો મેઇલ મળી આવ્યો છે. આ ધમકી ભર્યા બોમ્બ થ્રેડ અંગેનો મેલ મળતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
અમદાવાદ એરપોર્ટ બાથરૂમની પાઈપલાઈનમાં આઈઇડી વિસ્ફોટક છુપાવ્યું હોવાનો મેઈલ મળતાની સાથે જ અમદાવાદ પોલીસમાં ભાગદોળનો માહોલ સર્જાયો છે ત્યારે બોમ્બ સ્કોડે કલાકો સુધી એરપોર્ટ ઉપર ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. બોમ્બનું થ્રેડ મળતા એરપોર્ટમાં અફરાતફરીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ધમકી ભર્યા મેઇલ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. એરપોર્ટના સિક્યુરિટી મેનેજરે મેઇલ અંગે ફરિયાદ નોંધાવી છે. હવે અહીં, સવાલ એ થાય છે કે અમદાવાદ એરપોર્ટ પર જોખમ? એક મેલે પોલીસની ચિંતામાં વધારો કર્યો છે.
વધુ વાંચો: એક સાથે ત્રણ સિસ્ટમ ગજવશે આકાશ, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
વેરાવળ કોર્ટને ધમકી મળી હતી
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સોમવારે ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી. જોકે, બાદમાં તપાસમાં તે ખોટી સાબિત થઈ કારણ કે પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ કોર્ટ સંકુલની ત્રણેય ઈમારતો તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.