ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મોટા અધિકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયા, તપાસમાં ખજાનો મળ્યો

AMC / અમદાવાદમાં મોટા અધિકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયા, તપાસમાં ખજાનો મળ્યો

Last Updated: 11:39 AM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMCના આસિસ્ટન્ટ ટીડીઓ 20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. પૂર્વ ઝોનમાં ACB દ્વારા આસિસ્ટન્ટ ટીડીઓ અને એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા છે. આ અંગે ACBની આગળની કાર્યવાહી ચાલુ છે.

ADVERTISEMENT

અમદાવાદ: રાજ્યમાં ભ્રષ્ટાચારના મામલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સાગઠીયા જેવો ભ્રષ્ટાચારી રંગે હાથે પકડાયો છે. પૂર્વ ઝોનમાં ACB એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયરને 20 લાખની લાંચ લેતા ઝડપી લીધા. જમીનમાં દુકાનો તોડી પાડતાં ફરી જમીનનો કબજો આપવા લાંચ માંગી હતી. આ મામલે આગળ તપાસ ચાલી રહી છે અને આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકના ઘરેથી 73 લાખ રોકડ મળી આવી છે. 4 લાખના સોનાના બિસ્કીટ પણ મળી આવ્યા છે.

PROMOTIONAL 9

જમીનનો કબ્જો આપવા માંગી હતી લાંચ

મનપા દ્વારા પાર્જીત જમીનની વૈકલપિક જગ્યા આપવા માટે કાયદેસર કાગળ કરી આપવા કરાર થયો હતો. એ માટે આસિસ્ટન્ટ TDOએ લાંચ પેટે 20 લાખ રૂપિયા માગ્યા હતા. ત્યારે 20 લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારી રંગે હાથ પકડાઈ ગયા. આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને ખાનગી એન્જિનિયર આશિષ પટેલ દ્વારા લાંચ માગવામાં આવી હતી. વડીલો પાર્જીત જમીનમાં દુકાનો તોડી પડતાં ફરી જમીનનો કબ્જો આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ TDOએ 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ લાંચની રકમ લેતી વખતે AMCના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયર ACBના હાથે રંગેહાથે ઝડપાયા હતા. ACBએ બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: 'હવે ઘરેલું હિંસાના કેસમાં વોઇસ રેકોર્ડિંગ પુરાવો ગણાશે', ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો

હર્ષદ ભોજકના ઘરે ચાલી તપાસ

લાંચ લેતા રંગે હાથ પકડાયા બાદ આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકના ઘરે તપાસ ચાલી રહી છે. હર્ષદ ભોજકના ઘરેથી 73 લાખ રૂપિયા રોકડા મળ્યા છે. સાથે જ 4 લાખની કિંમતના સોનાની બિસ્કિટ પણ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ACBએ 20 લાખની લાંચ લેતા હર્ષદ ભોજકને પકડી પાડ્યા બાદ હવે ACBએ દાગીના અને દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ACB Ahmedabad AMC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ