બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / After PAYTM, now RBI tightens restrictions on Visa-Mastercard

કાર્યવાહી / PAYTM બાદ હવે Visa-Mastercard પર RBIએ સકંજો કસ્યો, જાણો આમ આદમી પર શું અસર થશે?

Published By: Priykant Shrimali

Last Updated: 01:29 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Visa Mastercard News Latest News: રિઝર્વ બેંકે વિઝા અને માસ્ટરકાર્ડને કંપનીઓ દ્વારા કાર્ડ દ્વારા કરવામાં આવતી વ્યવસાયિક ચુકવણીઓ (કોમર્શિયલ પેમેન્ટ) સ્થગિત કરવા જણાવ્યું

  • RBIની Visa અને Mastercard જેવા આંતરરાષ્ટ્રીય પેમેન્ટ મર્ચન્ટ્સ પર કડક કાર્યવાહી
  • રિઝર્વ બેંકે વિઝા અને માસ્ટરકાર્ડને બિઝનેસ પેમેન્ટ રોકવા માટે કહ્યું
  • રિઝર્વ બેંકની બિઝનેસ પેમેન્ટ સોલ્યુશન પ્રોવાઈડર (BPSP) ના તમામ વ્યવહારો સ્થગિત કરવા સૂચના 

Visa Mastercard News : PAYTM પર કાર્યવાહી બાદ RBIએ વિઝા અને માસ્ટરકાર્ડ જેવા આંતરરાષ્ટ્રીય પેમેન્ટ મર્ચન્ટ્સ પર કડક કાર્યવાહી કરી છે. વાત જાણે એમ છે કે, રિઝર્વ બેંકે વિઝા અને માસ્ટરકાર્ડને બિઝનેસ પેમેન્ટ રોકવા માટે કહ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ કાર્ડની ચૂકવણીમાં વિઝા અને માસ્ટરકાર્ડનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં કાર્યવાહી બાદ લોકોના મનમાં પ્રશ્ન એ છે કે, પેમેન્ટ કરનારા બંને વેપારીઓના ગ્રાહકો પર શું અસર થશે?  

RBIએ સ્થગિત કરી ચૂકવણી
રિઝર્વ બેંકે 8 ફેબ્રુઆરીએ આ કાર્યવાહી કરી હતી. રિઝર્વ બેંકે વિઝા અને માસ્ટરકાર્ડને કંપનીઓ દ્વારા કાર્ડ દ્વારા કરવામાં આવતી વ્યવસાયિક ચુકવણીઓ (કોમર્શિયલ પેમેન્ટ) સ્થગિત કરવા જણાવ્યું છે. રિઝર્વ બેંકે તેમને આગળની સૂચના સુધી બિઝનેસ પેમેન્ટ સોલ્યુશન પ્રોવાઈડર (BPSP) ના તમામ વ્યવહારો સ્થગિત કરવા જણાવ્યું છે.

જાણો ગ્રાહકો પર શું થશે અસર ?
મહત્વનું છે કે, ભારતીય રિઝર્વ બેંકે મોટી કાર્ડ કંપનીઓ વિઝા અને માસ્ટરકાર્ડને થર્ડ પાર્ટી એપ્સ દ્વારા નાણાં ટ્રાન્સફર અને ભાડાની ચુકવણી જેવા B2B વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે આ પ્રતિબંધની સીધી અસર માત્ર કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન પર પડશે જે થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવે છે. એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, આ રીતે મર્યાદિત સંખ્યામાં નાણાકીય વ્યવહારો થાય છે અને તેની અસર તદ્દન મર્યાદિત હશે. આનાથી અન્ય કોર્પોરેટ વ્યવહારો પર કોઈ અસર નહીં થાય.

વધુ વાંચો: જાપાન-બ્રિટન મંદીમાં, અમેરિકા દેવાથી બેહાલ, તો શું હવે ભારત બનશે ગ્લોબલ ઇકોનોમીનું લિડર?

તો શું RBIને મની લોન્ડરિંગની શંકા ? 
આ તરફ રિઝર્વ બેંકે હજુ સુધી આ કાર્યવાહી પાછળનું કારણ જણાવ્યું નથી. જોકે સમાચારમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર્ડનો ઉપયોગ કરીને એવા વેપારીઓને પેમેન્ટ કરવામાં આવી રહ્યું હતું જેમનું KYC થયું નથી. આ બાબત RBIને પરેશાન કરતી હતી. આ સિવાય રિઝર્વ બેંકને કેટલાક મોટા વ્યવહારોમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગની આશંકા હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

MasterCard RBI Visa Mastercard News visa visa mastercard આંતરરાષ્ટ્રીય પેમેન્ટ મર્ચન્ટ્સ માસ્ટરકાર્ડ Visa Mastercard News

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ