ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ-AAPને ઝટકો

રાજકારણ / મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ-AAPને ઝટકો

Published By: Mit Soni

Last Updated: 09:15 PM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Goa Zilla Panchayat Election Results : મહારાષ્ટ્ર બાદ ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ગોવામાં જિલ્લા પંચાયતની 50 બેઠક પર થયેલી ચૂંટણીનું પરિણામ આજે (22 ડિસેમ્બર) જાહેર થયું છે.

ADVERTISEMENT

મહારાષ્ટ્ર બાદ હવે ગોવામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. ગોવામાં જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે 22 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા છે. જાહેર થયેલા પરિણામો અનુસાર, ભાજપે સ્પષ્ટ બહુમતિ સાથે મોટી જીત મેળવી છે અને રાજ્યની સ્થાનિક રાજનીતિમાં પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું છે.

ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કુલ 50માંથી 30 બેઠકો જીતવીને ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાર્ટીને માત્ર 8 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટી (AAP)ને 2 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે, જ્યારે 5 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. આ પરિણામો દર્શાવે છે કે ગોવામાં સ્થાનિક સ્તરે ભાજપની પકડ મજબૂત બની રહી છે.

ઉલ્લેખનીય છે કે ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણી 20 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં લોકોનો ઉત્સાહ પણ ખાસ જોવા મળ્યો હતો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ અંદાજે 8 લાખ મતદારોમાંથી 70.81 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ મતદાન ટકાવારી લગભગ 71 ટકા નોંધાઈ હતી, જે સ્થાનિક ચૂંટણી માટે નોંધપાત્ર ગણાય છે.

vtv app promotion

ગોવામાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીત

ગોવામાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 30 બેઠક પોતાના નામે કરીને જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 8 બેઠક મળી હતી. તેમજ AAPને 2, અપક્ષને 5 બેઠક મળી હતી. તમને જણાવી દઈએ કે, ગત 20 ડિસેમ્બરના રોજ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગોવામાં 71% મતદાન નોંધાયું હતું. જેમાં કુલ 226 ઉમેદવારોની કિસ્મત બેલેટ બોક્સમાં બંધ થઈ હતી.

50 બેઠકો માટે 1,284 મતદાન મથકો પર મતદાન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આશરે 8 લાખ મતદારોમાંથી 70.81 % લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વધુ વાંચો: ધોરણ 9 થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત શિક્ષણ બોર્ડે પેપર લખવાનો ટાઈમ લંબાવ્યો

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામ

કુલ બેઠક : 50/50

  • ભાજપ: 30
  • કોંગ્રેસ: 8
  • અપક્ષ: 5
  • MGP (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી): 2
  • AAP (આમ આદમી પાર્ટી): 2
  • RGP (રિવોલ્યુશનરી ગોવાન્સ પાર્ટી): 2
  • GFP (ગોવા ફોરવર્ડ પાર્ટી): 1

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Goa Local Body Elections , BJP Victory in Goa Goa Zilla Panchayat Election Results

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ