ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Aditya Roy Kapur and Disha Patanis Malang First Look out

ફર્સ્ટ લુક / 'મલંગ'નો ફર્સ્ટ લુક થયો આઉટ, ફિલ્મમાં આદિત્ય અને દિશાની શાનદાર કેમિસ્ટ્રી

Published By: Noor

Last Updated: 09:40 AM, 17 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિત્ય રોય કપૂર અને દિશા પાટની સ્ટારર 'મલંગ' મૂવીનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મના ડાયરેક્ટર મોહિત સુરીએ મલંગનો ફર્સ્ટ લુક શેર કરી આદિત્યને બર્થડે વિશ કર્યો છે. ફિલ્મમાં આદિત્ય અને દિશા પહેલી વખત સાથે કામ કરશે અને આ ફ્રેશ જોડીને જોવાની દર્શકોને મજા પડી જશે.

ADVERTISEMENT

  • 'મલંગ' મૂવીનો ફર્સ્ટ લુક થયો રિલીઝ
  • આદિત્ય રોય કપૂર અને દિશા પાટની પહેલી વખતે દેખાશે સાથે
  • ફિલ્મમાં છે અનિલ કપૂર, કુણાલ ખેમૂ જેવા સ્ટાર્સ 

મોહિત સુરીએ ફોટો શેર કરતા લખ્યું કે, 'ચલો ફરી પાછા કેટલાક મસ્તીભર્યા પળો વિતાવવા ગોવા જઈએ. પાગલ આદિત્ય તમને જન્મદિવસની શુભેચ્છા'. ફિલ્મના ફર્સ્ટ પોસ્ટરમાં આદિત્ય અને દિશા વિદેશીઓ સાથે મસ્તીભર્યા અંદાજમાં દેખાય રહ્યાં છે અને તેમની જોડી શાનદાર દેખાઈ રહી છે. સનગ્લાસિસ સાથે શર્ટલેસ લુકમાં આદિત્ય કુલ દેખાઈ રહ્યો છે. ત્યાં જ દિશા પણ કમાલની લાગી રહી છે. આ પોસ્ટર જોઈ દર્શકોને 'જિંદગી ના મિલેગી દોબારા' ફિલ્મમાં રિતીક અને કેટરિનાની યાદ આવી જશે. 

મલંગનું નિર્દેશન મોહિત સુરી કરી રહ્યાં છે. તેમાં આદિત્ય અને દિશા સહિત અનિલ કપૂર, કુણાલ ખેમૂ અને અમૃતા ખાનવિલકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગોવામાં થયું છે અને કેટલાક ભાગ મોરેશિયસમાં શૂટ કરવામાં આવ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Let’s go back to Goa for some raver times…..Wishing you a mad birthday Adi!!#AdityaRoyKapur @dishapatani

A post shared by mohitsuri (@mohitsuri) on

આદિત્યની છેલ્લી ફિલ્મ ફ્લોપ થઈ હતી

આદિત્ય રોય કપૂર છેલ્લે કલંકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. ફિલ્મને ક્રિટિક્સ અને પબ્લિક બંનેના નેગેટિવ રિવ્યૂઝ મળ્યા હતા અને દિશા છેલ્લી વખત 'ભારત'માં સલમાન સાથે જોવા મળી હતી. ફિલ્મ 'ભારત' બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

'ભારત' ફિલ્મમાં લીડ એક્ટ્રેસ કટરિના કેફ હતી, તેમ છતાં દિશાએ પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સિવાય દિશા સલમાન ખાનની સાથે ફિલ્મ 'રાધેઃ યૉર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં પણ દેખાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aditya Roy Kapur Bollywood Disha Patani First Look out Malang દિશા પાટની ફિલ્મ મલંગ First Look out

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ