બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Actress Sara Ali Khan Carried Her Own Luggage At Airport Rishi Kapoor Praises Her on Social Media
થોડા સમય પહેલા જ બંનેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં બંને એકબીજાને ગૂડ બાય બોલતા એકબીજાને ભેટી રહ્યા છે. તો હવે સારાની કેટલીક ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં તે પોતાનો સામાન જાતે લઇને જઇ રહી છે. જ્યાં એક તરફ સેલિબ્રેટીઝ પોતાના એરપોર્ટ લૂકને લઇને વધારે સજાગ હોય છે પરંતુ સારાની આ સાદગી જોઇને લોકો એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સારાના વાયરલ થયેલા ફોટોઝમાં સારા પોતાના સામાન ટ્રોલીમાં લઇને જતી જોવા મળી રહી છે. એક સ્ટાર કિડ હોવા છતા સારા પોતાનો સામાન લઇને જઇ રહી છે. એટલું જ નહીં ખુદ રિષિ કપૂર પણ સારાની સાદાઈના વખાણ કરતાં ખુદને રોકી શક્યા નહીં.
રિષિ કપૂરે ટ્વીટ કરતા લખ્યુ કે, ''વન્ડરફુલ સારા. તે એક ઉદાહરણ સેટ કર્યું છે કે સેલિબ્રિટીએ કઈ રીતે એરપોર્ટ પર વર્તન કરવું જોઈએ. ખુદનો સામાન ઉપાડવામાં કોઈ નુકસાન નથી, રિસીવ કરવા માટે કોઈ ચમચા નહીં. કોઈ ગોગલ્સ નહીં, કોઈ એરપોર્ટ લુક નહીં. તે કોઈપણ ઇનસિક્યુરિટી વગર તારો આત્મવિશ્વાસ દેખાડ્યો છે. વાહ છોકરી!!''
ADVERTISEMENT
Wonderful Sara. You set examples how celebrities should behave at the airport. No harm at all tugging your own baggage, no chamchas to receive and the icing on the cake! No dark glasses or an airport look. You show confidence with no insecurities. Atta girl! https://t.co/vj5MDBRW4v
— Rishi Kapoor (@chintskap) August 7, 2019
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કરણ જોહરના ચેટ શો 'કૉફી વિથ કરણ'માં સારાએ કાર્તિકને ડેટ કરવાની ઇચ્છા જણાવી હતી.જોકે આ વાત અંગે જ્યારે કાર્તિકને ખબર પડી તો તે શરમાઈ ગયો હતો. જોકે ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીએ આ જોડીને પોતાની ફિલ્મમાં લીધી અને ત્યારથી આ બંને શૂટિંગ દરમિયાન અને શૂટિંગ બાદ પણ સાથેને સાથે જોવા મળે છે. આટલું જ નહીં કાર્તિક, સારાની સાથે પટૌડી હાઉસ પણ ગયો હતો. નોંધનીય છે કે બંનેની પહેલી મુલાકાત રણવીર સિંહે કરાવી હતી..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.