બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:21 PM, 25 December 2025
"ધ લાયન કિંગ" ના સ્ટેજ વર્ઝનમાં "યંગ નાલા"ના રોલ માટે જાણીતી બ્રોડવે એક્ટ્રેસ ઇમાની ડીઆ સ્મિથની હત્યા થઇ ગઈ છે. તેની ડેડ બોડી રવિવાર 21 ડિસેમ્બરના રોજ તેના ન્યુ જર્સી ખાતેના ઘરેથી મળી આવી હતી. જેમાં છરાથી તેની હત્યા કરાઈ હતી.
ADVERTISEMENT
ન્યુ જર્સી કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર, "21 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 9:18 વાગે અધિકારીઓને છરાથી હુમલો થયાની જાણ કરતો 911 નંબર પર કોલ મળ્યો હતો. ગ્રોવ એવન્યુ પરના તેના ઘરે પહોંચ્યા પછી તેઓએ સ્મિથને છરાથી ઘાયલ હાલતમાં જોઈ હતી. સ્મિથને રોબર્ટ વુડ જોહ્ન્સન યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી."
રિપોર્ટ અનુસાર ઇમાનીનો 35 વર્ષીય બોયફ્રેન્ડ જોર્ડન ડી. જેક્સન-સ્મોલની હત્યા માટે ધરપકડ કરવામાં આવી છે. પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે, "ઇમાની અને જેક્સન-સ્મોલ ઘટના પહેલા એકબીજાને જાણતા હતા તેથી આ હિંસાનું આકસ્મિક કૃત્ય નહોતું. પ્રાથમિક તપાસ બાદ તેના બોયફ્રેન્ડ પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે."
ADVERTISEMENT

આ દરમિયાન સ્મિથના પરિવારે GoFundMe પર એક ફંડરેઝર પેઝ બનાવ્યું છે. જેમાં 25 ડિસેમ્બર સુધીમાં 50,000 થી વધુ ડોલર ભેગા કર્યા છે. તેના કાકી, કિરા હેલ્પર્ન પરિવાર વતી GoFundMe પેજ પર લખ્યું હતું કે, "તે પોતાની પાછળ એક 3 વર્ષનો પુત્ર, તેના માતાપિતા, બે નાના ભાઈ-બહેનો અને એક પરિવાર અને મિત્રો છોડીને ગઈ છે જે તેને ખૂબ પ્રેમ કરતા હતા. ઈમાની સામે તેનું આખું જીવન પડ્યું હતું. તે હસમુખ અને પ્રેમ કરવાવળી ટેલેન્ટેડ હતી."
ADVERTISEMENT
જેમાં એમ પણ કહેવાયુ હતું કે, "GoFundMe મારફતે ભેગું કરાયેલ ફંડનો ઉપયોગ અંતિમ સંસ્કાર અને સ્મારક ખર્ચ, સ્મિથના ઘરની સફાઈ, તેના પરિવાર માટે તબીબી સારવાર, કાર્યવાહી સંબંધિત કાનૂની ખર્ચ અને સ્મિથના કૂતરાની સંભાળ માટે કરાશે". તેની માતા હોલીવુડ ફિલ્મોમાં હેરડ્રેસર છે અને તેની તાજેતરની ફિલ્મોમાંની એક 'ધ હાઉસમેઇડ' છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.