ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ઉત્તરાયણ પહેલા પોલીસ એક્શન મોડમાં, 2.64 લાખની ચાઈનીઝ દોરી સાથે આરોપીની ધરપકડ

કાર્યવાહી / ઉત્તરાયણ પહેલા પોલીસ એક્શન મોડમાં, 2.64 લાખની ચાઈનીઝ દોરી સાથે આરોપીની ધરપકડ

Last Updated: 10:21 AM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે આરોપી ઝડપાયો હતો. જેને વોન્ટેડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચાઇનીઝ દોરીને લઇ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન પોલીસના હાથે વધુ એક આરોપી ઝડપાયો હતો. જેમાં વડોદરા શહેરમાં ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઇસમની પોલીસે ધરપકડ કરી હતી.

2.64 લાખના પ્રતિબંધિત ચાઈનીઝ દોરા

મળતી માહિતી મુજબ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરવાના કેસમાં આરોપી પકડાયો હતો. જેમાં ટ્રાન્સપોર્ટમાં મંગાવેલ 2.64 લાખના પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. આ કિસ્સામાં પોલીસે વોન્ટેડ આરોપી નદીમ ગોલાવાલાની ધરપકડ કરી હતી. જેમાં ટ્રાન્સપોર્ટ મારફતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો જથ્થો મંગાવનાર તનવીર કાગદીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો

ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખૂબ જ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો છે. જેને લઇને રાજ્યના ડીજી અને આઇજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો તમારી પાસે ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગકર્તા વિશે માહિતી હોય તો તાત્કાલિક 100/112 નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેની માહિતી આપો.

વધુ વાંચો : અમરેલી લેટરકાંડ મામલે મોટી કાર્યવાહી, ફરજમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ

ઉત્તરાયણનો તહેવાર તમામ નાગરિકો સલામત અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે પોલીસને મદદરૂપ થવા સૌને વિનંતી કરવામાં આવી છે. મહત્વનું છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે આ નિયમનો ભંગ કરશે તેની સામે ધ એન્વાયર્નમેન્ટ (પ્રોટેક્શન)એક્ટ 1986, ધ પ્રિવેન્શન ઓફ ક્રૂએલિટી ટુ એનિમલ્સ એક્ટ 1960, ધ વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) એક્ટ 1972 અને ભારતીય ન્યાય સંહિતા 2023 અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chinese Manja vadodara news Uttarayan 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ