બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ધર્મ / According to Garuda Purana, if you do not work poverty comes in the house

ગરુડ પુરાણ / ગરીબાઈ પીછો નથી છોડતી? ગરુડ પુરાણ અનુસાર આવા કાર્ય કરવાથી થઈ જશો કંગાળ, કોઈ હાથ પણ નહીં પકડે

Manisha Jogi

Last Updated: 09:28 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરુડ પુરાણ ગ્રંથમાં જણાવેલ માહિતી અને નિયમ અનુસાર કાર્ય કરવાથી વ્યક્તિ સુખી જીવન જીવે છે અને મૃત્યુ પછી સદગતિ પ્રાપ્ત થાય છે.

  • ગરુડ પુરાણ અનુસાર બિલકુલ પણ ના કરશો આ કામ.
  • મૃત્યુ બાદ સદગતિ મેળવવા કરો આ કામ. 
  • આ બાબતોનું અનુસરણ કરવાથી જીવન સુખમયી બને છે. 

હિંદુ ધર્મમાં ગરુડ પુરાણ એક એવો ગ્રંથ છે, જે 18 મહાપુરાણમાંથી એક છે. ગરુડ પુરાણમાં જે પણ જ્ઞાન અને નીતિ નિયમ જણાવવામાં આવ્યા છે, તેના પર અમલ કરવામાં આવે તો કોઈપણ વ્યક્તિએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. 

ગરુડ પુરાણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુ જણાવે છે કે, કયા કર્મ કરવા જોઈએ અને કયા કર્મ ના કરવા જોઈએ, કોની સંગત કરવી જોઈએ અને કોની સંગત ના કરવી જોઈએ. મૃત્યુ બાદ યમલોકની યાત્રા, સ્વર્ગ અને નરક આ તમામ બાબતો વિશે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં જે બાબતો જણાવવામાં આવી છે, તે બાબતોનું અનુસરણ કરવાથી વ્યક્તિને સાચા અને ખોટાની ખબર પડે છે. આ પ્રકારે વ્યક્તિ સુખી જીવન જીવે છે અને મૃત્યુ પછી સદગતિ પ્રાપ્ત થાય છે. અહીંયા એવા કાર્યો વિશે જણાવવામાં આવ્યું છે, જે ક્યારેય પણ ના કરવા જોઈએ. આ કાર્ય કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 

અન્નનું દાન કરો: અન્નનું દાન કરવું એ પુણ્યનું કામ છે. અન્નું દાન કરવાથી તમારી સાથે સાથે સાત પેઢીઓનું પણ કલ્યાણ થાય છે. આ કારણોસર ભૂલ્યા વગર અન્નનું દાન કરવું જોઈએ અને ભૂખ્યાને ભોજન કરાવવું જોઈએ. 

પતિથી દૂર ના રહેશો: પત્ની પતિનું અડધુ અંગ ગણવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર પત્નીએ પતિથી દૂર ના રહેવું જોઈએ. દાંપત્ય જીવન સુખમયી રહે તે માટે પતિ અને પત્નીએ સાથે રહેવું જરૂરી છે. જો દંપતી વચ્ચે મતભેદ થઈ જાય તો પણ પતિથી દૂર ના રહેવું જોઈએ. લાંબા સમય સુધી દૂર રહેવાથી સંબંધમાં ખટાશ આવી શકે છે અને પારિવારિક પરેશાની વધી શકે છે. 

કોઈનું અપમાન ના કરશો: કોઈપણ વ્યક્તિનું ક્યારેય અપમાન ના કરશો. આ કારણોસર કડવા શબ્દો ના બોલવા જોઈએ. જે શબ્દોથી કોઈના મનને ઠેસ પહોંચે તેવા શબ્દો ના બોલવા જોઈએ. કોઈ વ્યક્તિ તમારાથી નાની અથવા મોટી હોય તો તમારે વિનમ્રતાથી વાત કરવી જોઈએ અને ખરાબ શબ્દો ના બોલવા જોઈએ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ