ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Abhishek Bachchan Reply Troll Who Called Abhishek Bachchan Unemployed on twitter

VIRAL / ટ્વિટર પર યૂઝરે અભિષેકને કહ્યુ, 'બેરોજગાર', એક્ટ્રરે આપ્યો એવો જવાબ કે બધાની બોલતી બંધ થઇ ગઇ

Published By: Juhi

Last Updated: 11:50 AM, 6 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન બોલિવુડના તે સેલિબ્રેટીઝમાંથી છે જે સતત ટ્રોલ થતો હોય છે. સામાન્ય રીતે અભિષેક બચ્ચન આ પ્રકારની ચર્ચામાં ક્યારેય ઉતરતો નથી, પરંતુ તાજેતરમાં જ તેની ધીરજ ખૂટી ગઇ અને અભિષેક જવાબ આપ્યો છે જેનાથી તમામ ટ્રોલર્સ ચૂપ થઇ ગયા.

ADVERTISEMENT

વાસ્તવમાં થયું એવું કે અભિષેક બચ્ચને ટ્વિટર પર એક પોસ્ટ કરી આ પોસ્ટમાં લખ્યુ હતુ કે, '' મન્ડે મોટિવેશન... એક ઉદ્દેશ રાખો..એક લક્ષ્ય બનાવીને રાખો...કંઈ પણ અસંભવ, જેને તમે પૂરું કરવા ઈચ્છો છો, પછી દુનિયાની સામે સાબિત કરો કે આ અસંભવ નથી. '' જોકે અભિષેકના આ ટ્રોલને અમુક લોકો પસંદ કરી રહ્યા છે તો કેટલાક ટ્રોલર્સ નેગેટિવ રિસપોન્સ આપી રહ્યા છે. 

 

એક યૂઝરે અભિષેકના પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યુ કે, ''સોમવારના દિવસે ખુશ રહેનાર વ્યક્તિને તમે શું કહેશો? બેરોજગાર? 

જોકે યૂઝરની આ કમેન્ટનો જવાબ આપતા અભિષેક કહ્યું હતું કે ''ના, સહમત નથી. આપણે તેમને એવા લોકો કહીશું, જે કંઈ પણ કરે છે અને તેને જ પ્રેમ કરે છે.''

અભિષેકનો જવાબ વાંચ્યા બાદ તેના ચાહકોએ તેનો ભરપૂર સપોર્ટ કર્યો હતો અને તેના વખાણ કર્યાં હતાં. જોકે આ પહેલી વખત નથી જ્યારે અભિષેક યૂઝરને બોલતી બંધ કરી હોય આ પહેલા પણ ગયા વર્ષે પણ એક ટ્વિટર યુઝરે અભિષેકને પૂછ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરતા ના હોવા છતાંય વેકેશન મનાવવાના પૈસા છે. કેવી રીતે? આના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે કારણ કે તે એક્ટિંગ તથા ફિલ્મ્સ પ્રોડ્યૂસ કર્યાં સિવાય પણ કેટલાંક બિઝનેસ કરે છે, જેમાંથી સ્પોર્ટ્સ એક છે. ઉલ્લેખનીય છે કે અભિષેક પ્રો કબડ્ડી લીગ ટીમ જયપુર પિંક પેન્થર્સનો માલિક છે અને ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમ ચેન્નઈયન એફસીનો કો-ઓનર છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અભિષેક ‘ધ બિગ બુલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન છે અને ફિલ્મ 1990થી 2000 સુધીની સત્યઘટના પર આધારિત છે. આ ઉપરાંત તે અનુરાગ બસુની એક ફિલ્મમાં જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Abhishek Bachchan Bollywood Entertainment Social Media viral Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ