બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Abhishek bachchan birthday: Aishwarya didnt post anything on husbands birthday

મનોરંજન / અભિષેક બચ્ચન અને એશ્વર્યા વચ્ચે ફરી ડખો? બર્થ ડે પરની પોસ્ટમાં ન દેખાયું કપલનું કનેક્શન

Published By: Vaidehi

Last Updated: 07:44 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિષેક બચ્ચન આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. તેવામાં તેમની પત્ની ઐશ્વર્યા રાયે પોતાના સોશિયલ મીડિયા પર પતિ માટે એકપણ પોસ્ટ નથી કરી. જેને લીધે સોશિયલ મીડિયા પર અફવાઓ ઊડી રહી છે કે કપલની વચ્ચે કંઈક પ્રોબલેમ્સ ચાલી રહી છે.

  • અભિષેક બચ્ચનનો આજે હેપી બર્થડે
  • પરિવારનાં તમામ સભ્યોએ કરી છે પોસ્ટ
  • પણ પતિ માટે પત્ની ઐશ્વર્યાએ ન કરી એકપણ પોસ્ટ

અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન આજે પોતાનો 48મો જન્મદિવસ ઊજવી રહ્યાં છે. આ અવસર પર તેમના પરિવારનાં તમામ લોકોએ તેમની ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પણ તેમની બેટરહાલ્ફ એટલેકે ધર્મપત્ની ઐશ્વર્યા રાયે હજુ સુધી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પતિને લગતી આજે એકપણ પોસ્ટ કરી નથી.

ઐશ્વર્યાએ ન કરી પોસ્ટ
ઐશ્વર્યા રાયે પોતાના પતિનાં અત્યંત સ્પેશિયલ દિવસે એકપણ સ્ટોરી કે પોસ્ટ ન મૂકતાં બાદ હવે લોકો સવાલ ઊઠાવી રહ્યાં છે કે ઐશ્વર્યા અને અભિષેકની વચ્ચે શું બધું બરોબર છે? અભિષેક બચ્ચનને તેના પરિવારનાં અનેક સદસ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિશ કર્યું. પિતા અમિતાભ બચ્ચન, બહેન શ્વેતા બચ્ચન, ભાણેજી નવ્યાનંદા વગેરે સૌએ પોસ્ટ કરી છે.

અલગ અંદાજમાં પરિવારે કર્યું વિશ
અભિષેક બચ્ચનનાં બર્થડે પણ પિતા અમિતાભ બચ્ચને તેમને અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવી. અમિતાભે પોતાના એક્સ એકાઉન્ટ પર અભિષેકનો એક વીડિયો શેર કર્યું અને લખ્યું કે- "અભિષેક, ભય્યૂ...તમે બેસ્ટ છો. તમારી વેરાયટી, તમારું દરેક કામ, તમારી ઈમાનદારી, ક્યારેક વેસ્ટ નહીં જાય..ક્યારેય નહીં. "

બહેન શ્વેતાએ ભાઈ પર વરસાવ્યો પ્રેમ
ભાઈ અભિષેકનાં જન્મદિવસ પર શ્વેતા બચ્ચે પણ ખાસ પોસ્ટ કરી હતી. તેણે પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાની અને અભિષેકની બાળપણની ફોટો શેર કરી અને લખ્યું કે- "આ તારો મોટો દિવસ છે નાના ભાઈ- આશા રાખું છું કે તું આ ગીત એન્જોય કરીશ..લવ યૂ"

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@shwetabachchan)

વધુ વાંચો: જે હત્યા કરે છે તે કેવા દેખાય છે? 7 લોકો પર શંકા, મર્ડર મુબારકનું સસ્પેન્સવાળું ટ્રેલર રીલીઝ

ઐશ અને અભિ વચ્ચે બધું બરાબર?
આ તમામની વચ્ચે લોકોનું ધ્યાન ઐશ્વર્યાનાં પ્રોફાઈલ પર ગયું કે જ્યાં પતિ અભિષેક માટે એકપણ પોસ્ટ નહોતી કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે ગતવર્ષે ઐશ્વર્યા અને અભિષેકનાં ડાયવોર્સની ખબર પણ સામે આવી રહી હતી. ત્યારે અભિષેકે પણ ઐશ્વર્યાનાં બર્થડે પર સિમ્પલ પોસ્ટ કરી હતી. જો કે મીડિયામાં તેમના સંબંધો પર સવાલો ઊઠતાં ઐશ્વર્યા રાયે દિવસનાં અંતે પરિવારનો એક ફોટો પોસ્ટ કરીને હબ્બીને બર્થડે વિશ કર્યું.

સંકળાયેલા મુદ્દાઓ

Abhishek Bachchan Aishwarya Rai Bachchan અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય Abhishek bachchan birthday

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ