બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / A woman living in England named Beverly Gilmore made a shocking claim

OMG / 1 મહિનામાં ત્રણ વાર મોત થયું, ઈશુ ખ્રિસ્તને પણ મળી છું, મહિલાના દાવાથી ડોક્ટરોનું હલી ગયું દિમાગ

Kishor

Last Updated: 04:33 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેવર્લી ગિલમોર નામની ઇંગ્લેન્ડની રહેવાસી મહિલાએ ચોંકાવનારો દાવો કરી તે 3 વખત મૃત્યુ પામી હોવાનું અને ઈશુ ખ્રિસ્તને પણ મળી હોવાનો ઉલ્લેખ કરતા તબીબો પણ ચોંકી ગયા છે.

  • બેવર્લી ગિલમોર નામની ઇંગ્લેન્ડની મહિલાનો અનોખો દાવો
  • એક મહિનામાં 3 વખત મોતને ભેટી હોવાનો ઉલ્લેખ
  • ઈશુ ખ્રિસ્તને પણ મળી હોવાનો દાવો

મોટાભાગે માણસ એક વખત મર્યા બાદ ફરી જીવીત થતો હોય તેવું આપણે ફિલ્મમાં અનેક વખત જોયું હોય છે. પરંતુ શું વાસ્તવિક જીવનમાં આ શક્ય છે. એક વખત મર્યા બાદ જીવિત થવું સંભવ છે? જે મામલે અનેક દવાઓ કરવામાં આવ્યા છે. તેવામાં હવે એક મહિલાએ ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે એક મહિનાની અંદર તેનું ત્રણ વખત મૃત્યુ થયું છે અને તે મૃત્યુ બાદ તે જીસસ ક્રાઈસ્ટ (ઈશુ ખ્રિસ્ત)ને પણ મળી છે.ડેઈલી મેલના અહેવાલમાં આ અંગેની વિગત પ્રકાશિત કરવામા આવી છે. જેમાં મહિલાએ એવો દાવો છે કે તે મહિનામાં ત્રણ વખત શરીરની બહાર આવી ગઇ હોવાનો અનુભવ કરી ચુકી છે. આ વેળાએ તેના શરીરના ધબકારા અનુભવે છે અને બાદમાં ધીમે ધીમે તેનું શરીર શાંત પાડવા લાગે છે.

મૃત્યુ બાદ આ ખાસ કારણોથી થાય છે આત્માનો પુનઃજન્મ, જાણો શું કહ્યું છે  વેદ-પુરાણમાં | Rebirth of the soul occurs due to these special reasons  after death know what is said in


આજીબોગરીબ દાવો કરનારી મહિલા ઈંગ્લેન્ડની રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. દાવામાં એવું પણ જણાવ્યું કે ઈશુ સાથે તેને વ્યક્તિગત સંબંધ છે. વધુમા આ મહિલાએ જેનું કેલિફોર્નિયામાં 1966માં મૃત્યુ થયું હતું તેવા વોલ્ટ ડિઝની સાથે પણ વાતચીત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, તેણીએ દાવો કર્યો છે કે તે તેના માતા-પિતાને પણ મળી છે.  

57 વર્ષની ઉંમરની મહિલાના દાવામાં સત્ય શુ?
રિપોર્ટ મુજબ બેવર્લી ગિલમોર નામની આ મહિલા ઇંગ્લેન્ડની રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે 57 વર્ષની ઉંમર ધરાવે છે અને પોતાને બે બાળકો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાને બાળપણમાં માથામાં ઈજા થઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે અને મહિનામાં ઓછામાં ઓછા ત્રણ વખત મોતનો અહેસાસ તેને કઈ રીતે થયો છે તે મામલે સંશોધન કરવામાં આવે તેવુ મહિલા ઇચ્છી રહી છે. જે અંગે મહિલાએ બેલ્જિયમની યુનિવર્સિટી ઓફ લિજના કોમા સાયન્સ ગ્રુપ સાથે વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે.


દાવાથી ડોક્ટરો અવાચક થઈ ગયા

નોંધનિય છે કે એક મહિનામાં ત્રણ વખત મૃત્યુના દાવાને લઈને ડોક્ટરો અવાચક થઈ ગયા છે. અગાઉ એક ઓસ્ટ્રેલિયન વ્યક્તિએ પણ હાર્ટ એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તે 28 મિનિટ સુધી મૃત હોવાનો અને બાદમાં જીવીત થયો હોવાનો પોતે દાવો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ