બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / A country in the world where all people's surname will be one

OMG / દુનિયામાં એક એવો દેશ જ્યાં બધા લોકોની સરનેમ થઈ જશે એક! રિસર્ચમાં સામે આવ્યું 'સાતો' કારણ

Published By: Vishal Dave

Last Updated: 11:08 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંશોધન મુજબ આગામી પાંચસો વર્ષમાં 2531માં જાપાનના તમામ લોકોની અટક સાતો હશે.હાલમાં સાટો જાપાનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અટક છે.

કોઇ રાવલ, તો કોઇ શાહ, કોઇ અગ્રવાલ તો કોઇ શર્મા  કોઇ યાદવ તો કોઇ સિન્હા આવી અલગ-અલગ  અસંખ્ય અટકો આપણે ત્યાં છે...નામની સાથે  અટક જોડાતા વ્યક્તિની ઓળખ પણ બહુ જલદી થઇ જતી હોય છે.. અલગ-અલગ લોકોની અટક અલગ-અલગ હોય છે. જે તેમની ઓળખ છે. પરંતુ તાજેતરમાં જ જાપાનમાં એક સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી 500 વર્ષમાં જાપાનના તમામ લોકોની સરનેમ એક જ હોઈ શકે છે. ચાલો જાણીએ શું છે સંપૂર્ણ સમાચાર.

જાપાનમાં દરેક વ્યક્તિની એક સરનેમ હશે

તાજેતરમાં, તોહોકુ યુનિવર્સિટીએ જાપાનમાં અટક પર સંશોધન કર્યું અને ચોંકાવનારા ખુલાસા કર્યા. જાપાનની તોહોકુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર હિરોશી યોશિદાના સંશોધન મુજબ આગામી પાંચસો વર્ષમાં 2531માં જાપાનના તમામ લોકોની અટક સાતો હશે. હાલમાં સાટો જાપાનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અટક છે. જો અત્યારે વાત કરીએ તો જાપાનની કુલ વસ્તી 125 મિલિયન છે. તેમાંથી લગભગ 18 લાખ લોકો સાતો અટકનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચોઃ ચીન ફરીવાર આવ્યું ચર્ચામાં, વિશ્વના અનેક દેશોમાં ચીની કીડાએ મચાવી ભારે તબાહી

જાપાનમાં અટકનો કાયદો અલગ છે

જાપાનમાં અટક અંગે અલગ કાયદો છે. ભારતમાં, લગ્ન પછી, પત્નીઓ ઘણીવાર તેમના પતિની અટક અપનાવે છે. પરંતુ તે આવું કરે તે જરૂરી નથી. પરંતુ આનાથી વિપરીત, જાપાનમાં લગ્ન પછી પતિ-પત્નીએ એક જ સરનેમ રાખવી પડે છે. આ જાપાનનો કાયદો છે. પરંતુ આમાં એક છૂટ છે કે પતિ અને પત્ની બંને એકબીજાની અટક અપનાવી શકે છે. પરંતુ આંકડા મુજબ, તે પત્નીઓ છે જેઓ તેમના પતિની અટક અપનાવે છે. આ કાયદો જાપાનમાં સદીઓ જૂનો છે. પરંતુ હાલમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Husband Names Population Sato Shocking revelations Wife identity japan research surnames Japan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ