ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A complaint of love jihad was registered from Patan and Vadodara

લવજેહાદ / પહેલાં ફ્રેન્ડશીપ, બાદમાં લવ અને પછી દુષ્કર્મ: વડોદરા-પાટણના વિધર્મી યુવકોએ એવો ગાળિયો કસ્યો કે યુવતીઓ બની હેવાનિયતનો શિકાર

Published By: Malay

Last Updated: 01:53 PM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ અને વડોદરામાંથી લવ જેહાદની ઘટના સામે આવી છે. હિન્દુ નામ ધારણ કરી યુવતીઓને ફસાવી દુષ્કર્મ આચનારા હવસખોરો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ADVERTISEMENT

 

  • પાટણમાં લવ જેહાદની ઘટના આવી સામે
  • વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી 
  • યુવતીના સોનાના દાગીના સહિત 3 લાખ પડાવ્યા 

પાટણની યુવતીને હિન્દુ નામ ધારણ કરીને ફસાવી દુષ્કર્મ આચનારા હવસખોર વિધર્મી યુવાન સામે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તો વડોદરામાંથી પણ લવ જેહાદની ઘટના સામે આવી છે.

ઇકો કારના ડ્રાઇવરે મેસેજ કર્યા
પાટણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ચાણસ્માના ગંગેટ ગામની 30 વર્ષીય યુવતી 2 વર્ષ અગાઉ તેના ભાઈ અને પરિવાર સાથે ઈકો ગાડીમાં પોળો ફોરેસ્ટ ફરવા ગઇ હતી. જેના થોડા દિવસ બાદ આ ઇકો કારના ડ્રાઇવરે યુવતીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ શોધી મેસેજ કરવાના શરૂ કર્યા હતા. મુસ્લિમ યુવકે પોતાને પ્રિન્સ સોમાભાઈ પટેલ પાટણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને લગ્ન કરવા જણાવ્યું હતું.  

યુવકના વિશ્વાસમાં આવી ગઇ યુવતી
બે ત્રણ દિવસ પછી યુવતી વિશ્વાસમાં આવી લગ્ન કરવા માટે માની ગઈ હતી. યુવતી પાટણની હોસ્પિટલમાં નોકરી કરતી હોવાથી આ યુવક તેને મળવા માટે અવારનવાર હોસ્પિટલ ખાતે જતો હતો. તો તે પાટણ રેલવે સ્ટેશન પાસેના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શરીર સંબંધ પણ બાંધતો હતો. મુસ્લિમ યુવકે ધંધામાં રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી યુવતી પાસેથી દાગીના લઇ ગીરવે મૂકી દીધા હતા. જોકે, યુવતીના ભાઈના લગ્ન આવતાં હોવાથી ઘરમાંથી ઘરેણાં અને પૈસા ગાયબ છે તેની જાણ થશે તેવા ડરથી યુવતી ઘર છોડી પાટણ ખાતે મુસ્લિમ યુવક પાસે જતી રહી હતી.

પાટણ એ.ડિવિઝન પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
આ દરમિયાન યુવતીને ખબર પડી હતી કે આ પ્રિન્સ પટેલ નથી પણ અડિયાનો અહઝરૂદિન સલીમભાઈ સિપાઈ એટલે કે મુસ્લિમ યુવક છે. જેથી યુવતી તાત્કાલિક પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર ઘટના જણાવીને મુસ્લિમ યુવક વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવી હતી.

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો
વડોદરામાંથી પણ આવો જ બનાવ સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા સગીરાને પ્રેમની જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું કે, ''વિધર્મી યુવાન સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરાવતો હતો'' સાવલી પોલીસ મથકમાં વિધર્મી યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પંથકમાં સનસનાટી મચી ગઇ છે. પોલીસે હાલ આરોપી  ફેઝલની અટકાયત કરીને ધરપકડની તજવીજ હાથ ધરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Patan love jihad vadodra પાટણ અને વડોદરા લવ જેહાદ પાટણ ન્યૂઝ લવ જેહાદ વડોદરા ન્યૂઝ Love Jihad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ