બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:21 PM, 8 June 2023
ADVERTISEMENT
પતિ-પત્નીનો સંબંધ એક નાજુક દોરાથી બંધાયેલો હોય છે. તેવામાં કેટલાક એવા પણ લોકો છે જેને નિર્જીવ વસ્તુ સાથે પ્રેમ થઇ જાય છે અને તેની સાથે જ જીવન પસાર કરવાનો નિર્ણય કરતાં હોય છે. જો કે નિર્જીવ લોકોને તેઓ એટલી હદે પ્રેમ કરતાં હોય છે કે તેની પાછળ ભાન ભૂલી જતાં હોય છે. આવી જ એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ ઢિંગલા સાથે લગ્ન કર્યા, અહીં સુધી તો ઠીક પરંતુ લગ્ન બાદ હવે તેણીએ એવો દાવો કર્યો જે કોઇકાળે માનવામાં આવે નહીં.

ADVERTISEMENT
પતિનો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યું
બ્રાઝીલની આ મહિલાએ પતિની બેવફાઇની જાણ થઇ તો તેનાથી રહેવાયું નહીં અને તે ન કરવાનું કરી બેઠી. 37 વર્ષિય મહિનાને તેના એક મિત્રનો ફોન આવ્યો જેમાં તેણે પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ અંગે વાત કરી. આ વાતથી મહિલા એટલી ઉશ્કેરાઇ ગઇ કે તેણે તેના પતિનો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યું. જો કે આ વાતથી તમે ચોંકી ગયા હશો, પરંતુ આ વાતમાં એક ખાસ ટ્વીસ્ટ પણ છે.
તમને જાણીને નવાઇ લાગશે કે અહીં જે મહિલાની વાત થઇ રહી છે તેનો પતિ કોઇ માણસ નહીં પરંતુ એક કાપડની ઢિંગલો હતો. 37 વર્ષિય મીરિવોન રોચા મોરેસ બ્રાઝીલની રહેવાસી છે. તેના જણાવ્યા પ્રમાણે તેના પતિનું નામ માર્સેલો છે જે કોઇ માણસ નહીં પરંતુ એક કાપડનો ટેડી બીયર છે. મહિલાએ એક વર્ષ પહેલા જ આ ટેડીબીયર સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ પોતાના ટેડીબીયર પતિ પર એક પછી એક અનેક આરોપ લગાવ્યા. જેમાં તેણે જણાવ્યું કે તેના પતિના અન્ય મહિલાઓ સાથે સારા સંબંધ સહન થયા નહીં. આથી તેણીએ તેના પતિ (ઢિંગલા)નો પ્રાઇવેટ પાર્ટ જ કાપી નાખ્યો છે.
ADVERTISEMENT
પતિ માર્સોલે પાસે 500થી વધુ કોન્ટેક્ટ્સ હોવાનો દાવો
મીરીવોન નામની આ મહિલાએ એવું પણ જણાવ્યું કે એક દિવસ ઘરમાં ગુલાબી પેન્ટી પણ મળી આવી હતી. આ અંગે જ્યારે સવાલ કર્યો તો તેના પતિ (ઢિંગલા)એ મૌન ધારણ કરી લીધું હતું!. મહિલાએ એવો પણ દાવો કર્યો કે તેના પતિ માર્સોલે પાસે 500થી વધુ કોન્ટેક્ટ્સ છે, જેમાં બધી જ મહિલાઓ છે. હવે બેવફાઇની સજા મળ્યા બાદ તેનો પતિ અલગ સોફા પર સૂવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.