બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / A 36 year old man was pregnant! Seeing the big belly, the doctor felt some illness, after the operation, twins came out
Last Updated: 01:28 PM, 24 June 2023
ADVERTISEMENT
સ્ત્રીઓને આ જગતની જનની કહેવામાં આવે છે. બાળકને 9 મહિના સુધી ગર્ભમાં રાખવું અને તેને જન્મ આપવો એ સ્ત્રી માટે દુઃખદાયક હોઈ શકે છે પણ આનાથી તે પુરૂષો કરતાં પણ શ્રેષ્ઠ બની જાય છે. એવામાં જો પુરુષો ગર્ભવતી થવાનું શરૂ કરે તો શું? હવે આ દુનિયામાં કશું જ અશક્ય નથી. પાછલા વર્ષોમાં આવા અનેક ઉદાહરણો પણ સામે આવ્યા છે. જો કે આવા તમામ પુરુષો પોતાની મરજીથી અને વિજ્ઞાનની મદદથી ગર્ભ ધારણ કરે છે. પણ હાલ જ મહારાષ્ટ્રના નાગપુરમાં બનેલી એક ઘટના આ બધી ઘટનાઓથી બિલકુલ અલગ છે.
વિજ્ઞાનની મદદ વિના કોઈ પુરુષ ગર્ભવતી થઈ ગયો હોય?
દુનિયામાં દરરોજ અનેક પ્રકારના સમાચાર આવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વિજ્ઞાનની મદદ વિના કોઈ પુરુષ ગર્ભવતી થઈ ગયો હોય? આવી ઘટનાઓ સાંભળીને કે જાણ્યા પછી વિશ્વાસ નથી આવતો. હાલ વિજ્ઞાન પાસે પણ આવી ઘટનાઓનો જવાબ નથી. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નાગપુરમાં એક પુરુષ ગર્ભવતી જોવા મળ્યો હતો. ઓપરેશન બાદ હવે તેના પેટમાંથી એવી વસ્તુ નીકળી છે જેની કલ્પના પણ ન કરી શકાય.
ADVERTISEMENT
In 1999, Sanju Bhagat's stomach was so swollen he looked nine months pregnant and could barely breathe.
— Morbid Knowledge (@Morbidful) June 7, 2023
Eventually his difficulty breathing got so bad that he was rushed into hospital.
Doctors suspected that his enlarged abdomen was a tumor. That was until they opened him up… pic.twitter.com/kEQpC8TCuT
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના નાગપુરના રહેવાસી સંજુ ભગત સાથે બની હતી. આ વાત જાણીને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. ભગતનું બાળપણ એકદમ સામાન્ય હતું પણ ભગતનું પેટ બીજા બાળકો કરતાં વધુ ફૂલેલું હતું. શરૂઆતમાં કોઈએ આ વાત પર ધ્યાન આપ્યું નહીં પણ ધીમે ધીમે પેટ વધુ ફૂલી ગયું. આ પછી પરિવારના સભ્યોની ચિંતા વધી ગઈ હતી. સંજુ ભગતનું પેટ એટલું ફૂલી ગયું કે લોકો તેને પ્રેગ્નન્ટ કહેવા લાગ્યા. ભગતને તેમનું ફૂલેલું પેટ જોઈને અજીબ લાગતું હતું. વર્ષ 1999 સુધીમાં પેટનો સોજો એટલો વધી ગયો કે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ પછી સંજુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ડોક્ટરોને લાગતું હતું કે દર્દીને ગાંઠની સમસ્યા છે પણ જ્યારે ઓપરેશન કરવા માટે પેટ ખોલવામાં આવ્યું તો અંદરનો નજારો જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે પેટમાં ગાંઠની જગ્યાએ બીજું કંઈક હતું. રિપોર્ટ અનુસાર જ્યારે ડોક્ટરોએ પેટમાં હાથ નાખ્યો ત્યારે ઘણા હાડકાં મળી આવ્યા હતા. ડોક્ટરોને પહેલા એક પગ, પછી બીજો પગ, હાથ, જડબા અને શરીરના બીજા ઘણા ભાગો મળ્યા. આ ઘટના જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
ડૉક્ટરોએ આ ઘટનાને વેનિશિંગ ટ્વીન સિન્ડ્રોમ ગણાવી છે. આનો અર્થ એ છે કે જોડિયા સગર્ભાવસ્થા દરમિયાન મૃત્યુ પામ્યા હોય પણ તેને ડિલિવરી કરવામાં ન આવી હોય. આ ઘટના અત્યંત દુર્લભ છે અને પૃથ્વી પર 5 મિલિયન લોકોમાંથી એક સાથે થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.