બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / A 13 year old girl stole 53 lakhs in her mothers account

શું બન્યું? / માતા-પિતા એલર્ટ રહેજો.! 13 વર્ષની બાળકીએ મમ્મીના ખાતામાં ઉડાવ્યા 53 લાખ, આ એક ભૂલ ભારે પડી

Kishor

Last Updated: 05:54 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના હેનાન પ્રાંતમાં દીકરીની ઓનલાઇન ગેમની એટલી લત લાગી કે તેમાં 53 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા, આ ઘટનાને લઈને માતાના પગ તળેથી જમીન ખસકી ગઈ છે.

  • બાળકોના હાથમાં સ્માર્ટ ફોન પકડાવી દેતા માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો
  • ઓનલાઈન ગેમમાં 53 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા
  • ચોંકાવનારી ઘટના ચીનના હેનાન પ્રાંતની છે

આજના ટેક્નોલોજીના યુગમાં બાળપણથી જ બાળકોને સ્માર્ટફોનની લત લાગી રહી છે જે  મોટી સમસ્યા બની રહી છે. આવો જ એક ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓનલાઇન ગેમિંગના ચક્કરમાં એક બાળકીએ પોતાની માતાના એટલા પૈસા વાપરી નાખ્યા કે તમે કલ્પના પણ કરી નહીં શકો, આ બાળકી હંમેશા ફોનમાં જ રહેતી હતી અને ગેમ રમતી રહેતી હતી. બાળકીની માતાની લાપરવાહી ખુબ જ ભારે પડી હતી. દીકરીની ઓનલાઇન ગેમની એટલી લત લાગી કે તેમાં 53 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા. બાળકોના હાથમાં સ્માર્ટ ફોન પકડાવી દેતા માતા-પિતા માટે આ એક ખુબ જ ગંભીર બાબત છે. 

Topic | VTV Gujarati

માતાના બેંક એકાઉન્ટને ફોન સાથે લિંક કરી લીધું
nypostના રિપોર્ટ પ્રમાણે આ ચોંકાવનારી ઘટના ચીનના હેનાન પ્રાંતની છે. 13 વર્ષીય બાળકીને પે ટૂ પ્લે ગેમની લત હતી. આ એક એવી ગેમ છે જેમાં રમવા માટે પૈસાની જરૂર પડે છે. ત્યારબાદ બાળકીએ ચોરીછૂપીથી પોતાની માતાના બેંક એકાઉન્ટને ફોન સાથે લિંક કરી લીધું અને પછી ગેમ રમવાના ચક્કરમાં બાળકીએ ધીમે ધીમે કરીને એકાઉન્ટ ખાલી કરી નાખ્યું. 

શું વાત છે! ભારત સરકારે જ લૉન્ચ કરી મોબાઈલ ગેમ, જાણૉ શું છે ખાસિયતો | govt  and zynga india launches mobile games based on indias freedom


તમને જાણીને નવાઇ લાગશે કે ગોંગ યિવાંગ નામની મહિલાને ત્યારે જાણ થઇ જ્યારે તેની દીકરીએ તેમના ખાતામાંથી 64 હજાર ડોલર એટલે કે અંદાજે 52 લાખ 79 હજાર રૂપિયા વાપરી નાખ્યા હતા. યિવાંગની દીકરી સ્કૂલમાં પણ છૂપાઇને પણ ઓનલાઇન ગેમ રમતી હતી. એક શિક્ષકે બાળકીને ગેમ રિચાર્જ કરતાં રંગેહાથ પકડી લીધી હતી. બસ અહીંથી સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો અને શિક્ષકે બાળકીની માતાને ફોન કરીને સમગ્ર હકિકત જણાવી હતી, જો કે ત્યાં સુધી ઘણુ મોડું થઇ ગયું હતું. 

માતાના પગ નીચેથી જમીન ખસી ગઇ
શિક્ષકની વાત સાંભળતા જ બાળકીની માતાના પગ નીચેથી જમીન ખસી ગઇ, ત્યારબાદ તુરંત તેણીએ પોતાનું બેંક એકાઉન્ટ ચેક કર્યું તો તેમાંથી અંદાજે 53 લાખ રૂપિયા તો છૂમંતર થઇ ગયા હતા. મહિલાના બેંક એકાઉન્ટમાં માત્ર 34 પૈસા જ વધ્યા હતા. નવાઇની વાત તો એ છે કે બાળકીએ પોતાના માટે ગેમમાં પૈસા ખર્ચ કર્યા સાથે સાથે તેના અન્ય 10 મિત્રો માટે પણ ગેમ ખરીદી અને તેમાં પૈસા ઉડાવ્યા હતા. સમગ્ર હકિકત બહાર આવતાં જ જ્યારે બાળકીની પુછપરછ કરવામાં આવી તો તેણીએ એવી વાત કરી જે જાણીને બધા ચોંકી ગયા હતા. બાળકીએ માતાનું એકાઉન્ટ લિંક કરવા માટે જે ટ્રીક અપનાવી તે અંગે વાત કરતાં જણાવ્યું કે માતા-પિતાને કાર્ડનો પાસવર્ડ અંગે ચર્ચા કરતાં છૂપાઇને સાંભળી લીધું હતું. ત્યારબાદ તેણીએ આ પાસવર્ડ યાદ રાખી લીધો અને ગેમમાં લિંક કરી દીધો. જ્યારે સમગ્ર ઘટના બહાર આવી તો ભારે ચર્ચા જગાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ