બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / અજબ ગજબ / 80 years old darshan singh from patiala miracle story: doctors declared him died but then something happened in ambulance

ચમત્કાર / ડૉક્ટર્સે 80 વર્ષના દાદાને મૃત જાહેર કર્યા, ખાડાના કારણે ઍમ્બ્યુલન્સ પછડાઈ અને આવી ગયો જીવ: પરિવારના દાવાથી સૌ કોઈ સ્તબ્ધ

Vaidehi

Last Updated: 05:34 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

80 વર્ષનાં વૃદ્ધ સાથે એવો ચમત્કાર થયો કે ડોક્ટર્સ પણ ચોંકી ગયાં! ખાડાનાં લીધે મૃત વ્યક્તિ ફરી જીવીત થયો. વીડિયો વાયરલ.

  • એમ્બ્યુલેન્સમાં શવ સાથે થયો ચમત્કાર
  • ડોક્ટર્સે મૃત ઘોષિત કરેલ વ્યક્તિમાં એકાએક જીવ આવ્યો
  • 80 વર્ષનાં મૃત દાદા અચાનક શ્વાસ લેવા માંડ્યા

જે વ્યક્તિને ડોક્ટર્સે મૃત ઘોષિત કરી દીધું હતું તેમનામાં અચાનક જીવ આવ્યો! પરિવાર સહિત ડોક્ટર્સ પણ આ ચમત્કાર જોઈને ચોંકી ગયાં હતાં. આ ઘટના પંજાબનાં પટિયાલાની છે. આ વ્યક્તિનું નામ દર્શન સિંહ બરાડ છે જેમની ઉંમર 80 વર્ષની છે. તેઓ કરનાલનાં નિસિંગનાં રહેનારાં છે.

ઝટકો લાગ્યો અને જીવ આવ્યો
દર્શન સિંહનાં પૌત્રએ જણાવ્યું કે દાદાનાં શવને એમ્બ્યુલેન્સમાં પટિયાલાથી કરનાલ લઈ જવામાં આવી રહ્યું હતું. અચાનક એમ્બ્યુલેન્સ ખાડા પરથી પસાર થઈ અને જોરદાર ઝટકો આવ્યો. ઝટકાની થોડી જ સેકેન્ડ બાદ તેમણે દાદાનો હાથ હલતો જોયો. થોડો હલ્યા બાદ દાદા શ્વાસ લેવા માંડ્યા. તેમણે દાદાનાં ધબકારા પણ અનુભવ્યાં. 

મૃત વ્યક્તિ જીવિત થયો
આ જોઈને તેમણે તરત જ એમ્બ્યુલેન્સનાં ડ્રાઈવરને નજીકની હોસ્પિટલ જવા માટે કહ્યું. હોસ્પિટલ પહોંચીને ડોક્ટર્સે તપાસ બાદ દાદાને જીવિત ઘોષિત કર્યો. આ ખુશખબર તેમણે તરત જ પોતાના પરિવારજનોને ફોન કરીને આપી.

વધુ વાંચો:  VIDEO : લિફ્ટની સ્પીડે ફેલાઈ આગ, આખી 18 માળની બિલ્ડિંગને સળગાવી દીધી, કોઈને કંઈ ન થયું

અંતિમ સંસ્કારની તૈયારી કરી લીધી હતી...
મીડિયા રિપોર્ટ અનુસાર બરાડ પરિવારે દર્શન સિંહનાં અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ કરી લીધી હતી. પરિવારજનો પણ ભેગાં થઈ ગયાં હતાં પણ દર્શન સિંહનાં શવમાં અચાનક જીવ આવતાં પરિવાજનોમાં ફરી ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. હાલમાં દર્શન સિંહ કરનાલની NP રાવલ હોસ્પિટલમાં ભરતી છે. તેમની સ્થિતિ હજુ પણ થોડી નાજુક છે. ડોક્ટર્સ સતત મોનિટરિંગ કરી રહ્યાં છે. પરિવારનાં સદસ્યો દર્શનસિંહનાં જલ્દી સ્વસ્થ થઈને ઘરે આવવાની કામના કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ