બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 8 people were caught carrying deadly weapons in Sabarkantha

કાર્યવાહી / સાબરકાંઠામાં ઘાતક હથિયારો લઈ જતાં 8 લોકો ઝડપાયાં, પૂછપરછમાં કર્યો મોટો ઘટસ્ફોટ

Priyakant

Last Updated: 09:36 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabarkantha Police Latest News: ચેકપોસ્ટથી પોલીસે બંદૂકો, ધારીયા, તીરકામઠા સહિત હથિયાર સાથે આઠ આરોપીઓ ઝડપાયા, જાણો શું હતો પ્લાન ?

Sabarkantha Police : ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ પણ એલર્ટ બની છે. સાબરકાંઠામાં ચેકપોસ્ટથી પોલીસે બંદૂકો, ધારીયા, તીરકામઠા સહિત હથિયાર સાથે આઠ આરોપીઓ ઝડપી પાડ્યા છે. ઘટનાને લઈ સાબરકાંઠા જિલ્લા પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી છે. આ તરફ પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ ઇસમો લૂંટ તેમજ ધાડ પાડવાના ઇરાદે જતા હોવાનું સામે આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે 10 જેટલી વધારાની ચેકપોસ્ટો પોલીસ તંત્ર દ્વારા બનાવાઇ છે. જિલ્લામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને સાથોસાથ બે રાજ્ય વચ્ચે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે બનાવેલી આ ચેકપોસ્ટ હાલમાં મહત્વની બની રહી છે. આ તરફ હિંમતનગર નેશનલ હાઇવે નંબર-8 ઉપર ગાંભોઈ પોલીસ મથક પાસે બનાવેલી ચેકપોસ્ટથી આઠ જેટલા વ્યક્તિઓ એક જ ગાડીમાં બડોલીથી ખેડ થઈ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી.  

આ તરફ ચોક્કસ બાતમી આધારે આ ઇસમોને અરજણપુરા પાસે ઉભી રાખીને પૂછપરછ કરતા ગાડીમાં બેઠેલા લોકો ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. આ તરફ પોલીસની ટીમે પણ ફિલ્મ ઢબે પીછો કરી આઠ જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન ઇસમો પાસેથી બે બંદૂક સહિત આઠ જેટલા તીરકામઠા મળી આવતા પોલીસે તમામની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. 

વધુ વાંચો: શેકાઈ જવાશે ! ગુજરાતમાં હીટવેવની આગાહી, આટલા ઠેકાણે પડશે ભયંકર ગરમી

ધાડ પાડવાના ઇરાદે જતા હોવાનું ખૂલ્યું 
આ તરફ એક જ ગાડીમાં આઠ જેટલા લોકો બંદૂક તેમજ તીરકામઠા જેવા ધારદાર હથિયારો કમાન્ડર ગાડીમાં જોવા મળતા પોલીસ ચોકી ઉઠી હતી. જે બાદમાં તમામ આરોપીને ગાંભોઈ પોલીસ મથકે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા હથિયારો સાથે આટલી મોટી સંખ્યામાં ક્યાં જઈ રહ્યા હતા તે બાબતે પૂછપરછ કરતા લૂંટ તેમજ ધાડ પાડવાના ઇરાદે જતા હોવાનું ખુલતા પોલીસે તાત્કાલિક ધોરણે તમામની અટકાયત કરી છે. તમામને હાલમાં પોલીસ તમામ ઝડપાયેલા લોકોની વિગતો એકઠી કરી રહી છે. જોકે મોટાભાગના તમામ લોકો ખેડબ્રહ્મા વિસ્તારના હોવાનું ખુલ્યું છે. સાથોસાથ લૂંટ તેમજ ધાડ પાડવા માટે હથિયારોનો ઉપયોગ કરવાનું પણ સામે આવ્યું છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે ગુનો બને તે પહેલા આરોપીઓને હથિયારો સાથે રંગે હાથ ઝડપી લેવામાં સફળ બની છે ત્યારે આગામી સમયમાં તમામ મામલે હજુ પણ નવીન ખુલાસા થાય તો નવાઈ નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ