બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Politics / VTV વિશેષ / 6128 crores worth of electoral bonds sold in country highest bonds sold in mumbai

અહેવાલ / ઈલેક્ટોરલ બોન્ડ: રાજકીય પાર્ટીઓને જુઓ ક્યાંથી મળ્યાં સૌથી વધુ નાણાં, રિપોર્ટ આવ્યો બહાર

Published By: Shalin

Last Updated: 03:38 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ADR (Assosiation of Democratic Reform) ના આંકડા મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ માર્ચ 2018થી શરુ કરીને આજ સુધી 6128 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ વેચ્યા છે.

શું છે ઈલેક્ટોરલ બોન્ડ?

2017ના બજેટમાં શરુ કરવામાં આવેલ ઈલેક્ટોરલ બોન્ડ એ વ્યાજ વગરના બોન્ડ્સ છે જેનો ઉપયોગ રાજ્કોય પક્ષોને ડોનેશન આપવા માટે વપરાય છે. આ બોન્ડ 1,000, 10,000, 1 લાખ, 10 લાખ, 1 કરોડ એવી રકમમાં આપી શકાય છે. ડોનેશન કરનારનું નામ ગુપ્ત રહે છે. ફક્ત SBI બેન્ક આ બોન્ડ વેચી શકે છે. રાજકીય પક્ષો આ બોન્ડને તેમના સત્તાવાર એકાઉન્ટ વડે 15 દિવસમાં કૅશ કરાવી દેવાના હોય છે.

કેમ આનો વિરોધ થઇ રહ્યો છે?

2017માં સરકારે આ બોન્ડને લઈને કહ્યું હતું કે તે ડોનેશન કરનારાઓની ઓળખ એટલે જાહેર નથી કરાતી કારણ કે ફંડ આપનારને કોઈ રાજકીય પક્ષને મદદ કરવા બદલ પરિણામો ભોગવવા ન પડે. 

જો કે ઈલેક્શન કમિશન અને દેશના બુદ્ધિજીવીઓએ આ સ્કીમનો વિરોધ કરતા જણાવ્યું છે કે આ નિયમ રાજકીય ફંડિંગની પારદર્શકતા ઘટાડે છે. આ મુદ્દાને લગતી પિટિશન પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.

મહિનો કેટલા બોન્ડ્સ વેચ્યા
March 2018 222 કરોડ
April 2018 115 કરોડ
May 2018 101 કરોડ
July 2018 33 કરોડ
Oct 2018 402 કરોડ
Nov 2018 184 કરોડ
Jan 2019 350 કરોડ
March 2019 1366 કરોડ
April 2019 2256 કરોડ
May 2019 822 કરોડ
July 2019 45 કરોડ
Oct 2019 232 કરોડ

ADRમાં આંકડા મુજબ લોકસભાના ક્વાર્ટરમાં સૌથી વધુ 4444 કરોડના બોન્ડ વેચાયા હતા. સૌથી વધુ સેલ 2256 કરોડનો નોંધાયો હતો.

મુંબઈમાં સૌથી વધુ 1880 કરોડ, કોલકતામાં 1440 કરોડ અને નવી દિલ્હીમાં 919 કરોડના બોન્ડ વેચાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Election Funding Electoral Bonds Electoral bond Loksabha Election 2019 Political Funding Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ