બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 5g smartphones under 10000 on flipkart and amazon
ADVERTISEMENT
ઓછી કિંમતમાં વધારે રેમ અને સારી બેટરી વાળો ફોન તમે શોધી રહ્યા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. 10 હજાર રૂપિયાની પ્રાઈઝ રેન્જમાં ઘણા એવા Budget Smartphones મળી જશે જે 12GB સુધીની રેમ અને 7000mAh સુધીની બેટરી ઓફર કરે છે. તેના ઉપરાંત તેમાંથી અમુક મોડલ્સ તો એવા પણ છે જેનાથી તમને કનેક્ટિવિટીનો પણ ફાયદો મળી જશે.
.jpg)
ADVERTISEMENT
આ લિસ્ટમાં Lava, Motorola, Poco, itel જેવી કંપનીઓના બજેટ સ્માર્ટફોન્સ ઉપલબ્ધ છે જેને ટાઈટ બજેટના લોકો માટે બનાવવામાં આવ્યો છે. કેટલી છે આ સ્માર્ટફોન્સની કિંમત અને આ સ્માર્ટફોન્સમાં કયા કયા ખાસ ફિચર્સ મળે છે? આવો જાણીએ.
Lava Blaze 5G
આ 5G સ્માર્ટફોન માટે 4 જીબી રેમ/128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને એમેઝોન પર 9,299 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે. મુખ્ય ખાસિયતોની વાત કરીએ તો આ ફોનમાં 7 જીબી સુધી વર્ચુઅલ રેમ સપોર્ટ અને વગર બ્લોટવેયરના ક્લીન એન્ડ્રોયડ એક્સપીરિયન્સ મળશે. તેના ઉપરાંત 50 મેગાપિક્સલ એઆઈ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 5જી સપોર્ટની સાથે 5000 એમએએચની દમદાર બેટરી મળે છે.
ADVERTISEMENT
itel P40 Plus
આ બજેટ સ્માર્ટફોનનો 4 જીબી રેમ/ 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને એમેઝોન પર 7299 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. મુખ્ય ખાસીયતની વાત કરીએ તો આ ડિવાઈસમાં 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ મળે છે. તેના ઉપરાંત 8 જીબી વર્ચુઅલ રેમ અને 7000 એમએએચ બેટરી ફોનમાં મળે છે.

ADVERTISEMENT
Motorola G32
ફ્લિપકાર્ટ પર આ બજેટ સ્માર્ટફોનના 8 જીબી રેમ/128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 9999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે. મહત્વની ખાસિયતોની વાત કરીએ તો આ હેંડસેટમાં 5000 એમએએચની બેટરીની સાથે 50 મેગાપિક્સલ ટ્રિપલ રિયલ કેમેરા સેટઅપ અને સ્નેપડ્રેગન 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
વધુ વાંચો: વધુ વેચાતી આ બે કાર સસ્તી થઈ ગઈ! કંપનીએ 1.20 લાખ જેટલી કિંમત ઘટાડી દીધી, નવો રેટ પરવડશે
ADVERTISEMENT
Poco C65
ફ્લિપકાર્ટ પર આ પોકો સ્માર્ટફોનના 8 જીબી રેમ/256 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 9499 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. આ ફોનમાં 5000 એમએચની દમદાર બેટરી ઉપરાંત 50 મેગાપિક્સલ એઆઈ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપનો ફાયદો મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.