બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / લ્યો બોલો! ગુજરાતમાં બે વર્ષમાં જ 50થી વધુ સરકારી શાળાઓ બંધ, ખુદ સરકારે કર્યો સ્વીકાર

ખુલાસો / લ્યો બોલો! ગુજરાતમાં બે વર્ષમાં જ 50થી વધુ સરકારી શાળાઓ બંધ, ખુદ સરકારે કર્યો સ્વીકાર

Last Updated: 03:23 PM, 27 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 56 જેટલી સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે.. આ કોઇ આક્ષેપ નથી પરંતુ સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવેલી વાત છે. સરકારનું કહેવું છે કે ઓછી સંખ્યાને કારણે છેલ્લા બે વર્ષમાં 56 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દેવી પડી છે.

સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા હમેંશા ચર્ચાનો વિષય બની રહી છે.. સરકારી શાળાઓમાં અપાતા શિક્ષણની ગુણવત્તા પર સવાલ એટલા માટે પણ ઉભા થાય કારણ કે નબળી આર્થિક સ્થિતિ ધરાવતા મા-બાપ પણ સરકારી શાળામાં પોતાના બાળકને ભણવા મુકવા કરતા દેવું કરીને પોતાના ખાનગી સ્કૂલમાં ભણવા મુકવાનું વધારે પસંદ કરે છે

જો કે બાળક સાવ ન ભણે તેના કરતા ગરીબ મા-બાપ પોતાના બાળકને સરકારી શાળામાં મોકલતા હોય છે. પરંતુ રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ સારી કહી શકાય તેમ નથી.

છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 56 જેટલી સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે.. આ કોઇ આક્ષેપ નથી પરંતુ સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવેલી વાત છે. સરકારનું કહેવું છે કે ઓછી સંખ્યાને કારણે છેલ્લા બે વર્ષમાં 56 જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દેવી પડી છે.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા પ્રધાને કહ્યું, અમરેલીમાં 6, અરવલ્લીમાં 7, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 2, જુનાગઢમાં 4, ખેડામાં 2, કચ્છમાં 3, મહેસાણામાં 1, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પોરબંદરમાં 6, રાજકોટમાં 3, સુરતમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 પ્રાથમિક સરકારી શાળા બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાથી અથવા પૂરતી સંખ્યા ન હોવાના કારણે બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ VIDEO : સરકારી કચેરીમાં ઘોર લાલિયાવાડી, બાબુ ફરમાવી રહ્યા છે આરામ

આપણી પહેલાની પેઢી મોટેભાગે સરકારી શાળામાં જ ભણી હશે અને આપણા વાલીઓ પોતાના જીવનમાં સ્વબળે સંઘર્ષ કરીને જ સારી જગ્યાએ પહોંચ્યા હશે. સરકારી શાળામાં જ ભણનારી કે સરકારી કોલેજોમાં ભણનારી આપણી પહેલાની પેઢી ઉપરથી એટલું તો ફલિત થાય છે કે સમજણપૂર્વકનું શિક્ષણ ગ્રહણ કરવું જરૂરી છે અને જો એવું થાય તો તમારી પ્રગતિ કોઈ રોકી શકતું નથી. હવે ફરી ફરીને સવાલ એ થાય છે કે અત્યારે સરકારી શાળાનું નામ પડે એટલે બાળકને ત્યાં નથી મુકવું એવી માનસિકતા સામાન્ય રીતે કેમ જોવા મળે છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Primary School Shut Down Gujarat Government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ