બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / 4 feel long snake comes out from mouth of a woman in dagestan russia

video / મહિલાનાં મોઢામાંથી ડૉક્ટરોએ કાઢ્યો 4 ફુટ લાંબો સાપ, ઘટના પાછળનું કારણ સાંભળી તમે આ ભૂલ નહીં કરો

Published By: Dharmishtha

Last Updated: 09:20 AM, 2 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના દાગિસ્તાનમાં એક મહિલાના મોઢાંમાંથી ડૉક્ટરોએ 4 ફુટનો સાપ કાઢ્યો હતો. સોશિયલ મીડિયા પર આ સાથે જોડાયેવો વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો હતો. જેમાં દેખાય છ કે કેવી રીતે ડૉક્ટર મહિલાના મોઢાંમાંથી સાર કાઢી રહ્યા છે.

  • મહિલા પોતાના ઘરની બહાર ગાર્ડનમાં સૂતી હતી ત્યારે 
  • વખતે તેનું મોંઢુ ખુલ્લું રહી ગયું હતુ
  • વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે

સમાચારોમાં જણાવ્યાનુંસાર સોમવારે પેટમાં દુખાવાની ફરિયાદને લઈને તે હોસ્પિટલ પહોંચી હતી. ડૉક્ટરોને શરુઆતમાં ખબર ન પડી કે મહિલાને શું તકલીફ છે. પણ પછી થી ડોક્ટરોને ખબર પડી કે તેના પેટમાં કોઈ વસ્તુ છે. મહિલાને બેભાન કરીને જ્યારે તેના મોઢામાં ટ્યૂબ નાંખીને તેને કાઢવાનું શરુ કર્યું તો ખબર પડી કે આ સાપ હતો.

મહિલાના મોંઢામાંથી સાપ કાઢતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.  વીડિયોમાં ડૉક્ટર મહિલાના મોઢામાંથી સાપ કાઢતા જોવા મળ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે સાપના પેટમાંથી બહાર આવતા જ મહિલા ડૉક્ટર થોડી પાછળ ખસી જાય છે. આ બાદ તે સાપને એક બકેટમાં નાંખી દે છે. 

કહેવામાં આવી રહ્યું છે કે મહિલા પોતાના ઘરની બહાર ગાર્ડનમાં સૂતી હતી. તે વખતે તેનું મોંઢુ ખુલ્લું રહી ગયું હતુ. ત્યારે સાપ તેના પેટમાં પહોંચી ગયો હતો. જે મહિલાના પેટમાંથી સાપ નીકળ્યો તેની ઓળખ હજુ સુધી સામે નથી આવી. ડેલી મેલની રિપોર્ટ મુજબ દાગિસ્તાન અને તેની આસપાસના ગામમાં અનેકવાર આવી ઘટનાઓ બનતી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Russia Snake dagestan દેગિસ્તાન રશિયા સાપ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ