ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:15 PM, 1 August 2024
ADVERTISEMENT
સુરક્ષા માટે રખાયેલો ઘરનો ઝાંપો પણ કાળ બની શકે છે. મહારાષ્ટ્રના પુણમાં લોખંડના ઝાંપાએ એક હસતી-ખેલતી બાળકીને કચરી નાખી. પિંપરી-ચિંચવાડમાં એક હૃદયદ્રાવક ઘટનામાં 3 વર્ષની બાળકી બુધવારે તેના ઘરની બહાર રમતી હતી ત્યારે લોખંડનો ભારે ગેટ તેના પર પડતા તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
In a spine-chilling accident in PCMC Pune, a 3.5 year girl lost her life when a heavy iron gate fell over #Pune #TragicIncident #PimpriChinchwad #heartbreaking #Ganeshnagar #Bopkhel pic.twitter.com/jf7k5Emrwh
— Punenow News (@itspunenow) August 1, 2024
બાળકી પર પડ્યો લોખંડનો ઝાંપો
ADVERTISEMENT
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં ચાર બાળકો તેમના ઘરની બહાર રમતા જોવા મળે છે. થોડી વાર પછી એક છોકરાએ લોખંડનો ગેટ સરકાવી દીધો અને બે બાળકો અંદર ગયાં જ્યારે છોકરો અંદર ગયો, ત્યારે તેણે તાળું મારવા માટે ગેટ ખેંચ્યો. આ જોઈને બંને છોકરીઓ લોખંડના દરવાજા તરફ ધસી ગઈ. બરાબર આ સમયે લોખંડનો ઝાંપો તૂટી પડ્યો હતો જે પછી ટેડી બિયર પકડેલી એક છોકરી સમયસુર કૂદીને દૂર જતી રહી પરંતુ બીજી છોકરી ઝાંપા નીચે આવી જતાં તેનું કરુણ મોત થયું હતું. ગભરાઈ ગયેલા બાળકો મદદ માટે બોલાવવા દોડ્યા. મૃતકની ઓળખ ગિરિજા ગણેશ શિંદે તરીકે થઈ છે.
વધુ વાંચો : વડોદરામાં બાળકની કિલકારીઓ ગૂંજે તે પહેલા ગર્ભવતી પત્નીનું મર્ડર, પતિએ ફટકારી કોસ
ADVERTISEMENT
બાળકો મોટાને બોલાવી લાવ્યાં ત્યાં સુધી બાળકીનું મોત
ઝાંપો પડતાં બાળકો દોડ્યા હતા અને ઘરનાને બોલાવી લાવ્યાં હતા પરંતુ તેટલી વાર ઝાંપાએ પોતાનું કામ પૂરુ કરી નાખ્યું હતું અને ફૂલ જેવી માસૂમને ચગદી નાખી હતી.
ADVERTISEMENT
ગેટ ખામીવાળો હતો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગના માલિક અને રહેવાસીઓ બંનેને ગેટ ખામીયુક્ત હોવાની ખબર હતી છતાં કોઈ પગલાં ભરાયા નહોતા. આ ઘટનાથી રહીશોમાં રોષ ફેલાયો છે અને બિલ્ડીંગ માલિક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Delhi CJP Protest / દિલ્હીમાં આજે ફરી CJPનું વિરોધ પ્રદર્શન, અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT