ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:37 PM, 23 May 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
27 વર્ષનાં યુવાને રૂમમેટની છરી મારીને કરી હત્યા
એક 27 વર્ષીય યુવકને કથિત રીતે પોતાના 20 વર્ષના રૂમમેટને રૂમ સાફ કરવાને લઈને ઝઘડા બાદ છરી મારવા બદલ તુર્ભે MIDC પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસ ઓફિસરોનું કહેવું છે કે આરોપી મનોજ પુલવાનાથ મેદકે પોતાના મિત્રને ગાળામાં છરી મારીને શુક્રવારે રાત્રે તેની હત્યા કરી છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર, આરોપી તથા તેનો રૂમમેટ બંને આસામનાં હતા. પોલીસ જણાવ્યું છે કે બંને મહાપે વિલેજમાં રેન્ટ પર એક રૂમમાં રહેતા હતા અને મહાપેમાં એક કંપનીમાં લેબ બોય્ઝ તરીકે કામ કરતા હતા.
રૂમની સફાઈને લઈને થયો હતો ઝઘડો
ADVERTISEMENT
પોલીસનાં સોર્સ અનુસાર, ચારોહને આલ્કોહોલની લત હતી અને તે મેદકની મજાક ઉડાવતો તેમજ તેની પાસે ઘરનું કામ પણ કરાવતો હતો. થોડા દિવસો પહેલા, બંને વચ્ચે ઘરની સફાઈને લઈને એક સમજૂતી થઇ હતી.
પોલીસ ઓફિસરે કહ્યું કે તેઓ હંમેશા નાની બાબતોને લઈને દલીલો કરતા હતા. ચારોહ હંમેશા કામ બાદ દારુ પીતો અને મેદકને ઘરનું કામ કરવા કહેતો. આ વખતે, ઝઘડા દરમિયાન, ચારોહે મેદક પર લાકડાનું પાટિયું ફેંક્યું. મેદકને ગુસ્સો આવ્યો અને ચારોહને ગાળામાં છરી મારી દીધી. તેને મૃત જાહેર પણ કરવામાં આવ્યો.
ADVERTISEMENT
નવી મુંબઈની ઘટના
ઘટના બાદ ધરપકડ કરાયેલા આરોપીને પાંચ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો