જમ્મૂ-કાશ્મીરમાં સેના દ્વારા આતંકીઓ વિરુધ્ધ ઓપરેશન યથાવત્ જોવા મળી રહ્યું છે. આજે શોપિયામાં સવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. જેમાં ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર માર્યાં છે. જો કે હજી સુધી માર્યાં ગયેલા આતંકીઓની ઓળખ થઇ નથી.
સૂત્રોને મળેલી જાણકારી મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયાના બોના બજાર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની સેનાને ખબર મળી હતી. સેનાએ ખબર મળતાં આ વિસ્તારને ધેરી લીધો હતો. આતંકીઓ એક ઘરમાં છૂપાયાં હતા.
આતંકીઓએ સેના દ્વારા કરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનને લઇને સેના પર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ આતંકીઓના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચે શોપિયામાં અથડામણ જોવા મળી.
ભારતીય સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ હજી પણ ચાલી રહ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ દરમિયાન સેનાને એક મોટી સફળતા મળી છે. સેનાએ આ અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યાં છે.
માછિલ સેક્ટરમાં ફાયરિંગ, એક ભારતીય જવાન શહીદ
જમ્મૂ-કાશ્મીરના કૂપવાડા સેકટરમાં આજે સરહદ પર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયાં છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાને કરેલા આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હજુ પણ ફાયરિંગ સતત ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 17 જૂલાઇના રોજ જમ્મૂ-કાશ્મીરના સોપાર વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. જેમાં એક આતંકી ઠાર મરાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના દ્વારા ઘાટીમાં ઓપરેશન ઓલઆઉટ ચલાવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલયે જમ્મૂ-કાશ્મીરમાં વધારે અર્ધસૈનિક દળોને તૈનાત કરવા આદેશ કર્યો છે. ગૃહ મંત્રાલયે વધુ 100 કંપનીઓ તૈનાત કરવા આદેશ કર્યો છે. જેમાં સીઆરપીએફની 50 અને એસએસબીની 30 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.