બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:49 PM, 22 October 2025
જયપુરના મહારાણા પ્રતાપ સર્કલ પર હરિયાણા રજીસ્ટ્રેશનની એક ઓવરસ્પીડ ઓડીએ બે કારને ટક્કર મારી હતી. ભૂતપૂર્વ મંત્રી રાજકુમાર શર્માનો સગીર પુત્ર યુવરાજ કાર ચલાવી રહ્યો હતો અને ટક્કર બાદ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે અને આ મામલાની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
જયપુરમાં સર્જયો ભયાનક અકસ્માત
રાજસ્થાનની રાજધાની જયપુરમાં હરિયાણા રજીસ્ટ્રેશન નંબરની એક ઓવરસ્પીડ ઓડીએ બે કારને ટક્કર મારી હતી. ટક્કર બાદ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી છુટ્યો હતો. પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે. ટક્કર એટલી ગંભીર હતી કે ઓડીના એરબેગ્સ ખુલી ગઇ હતી. સામેની બંન્ને કાડીઓનો કડુસલો વળી ગયો હતો. મળતી માહિતી મુજબ, હરિયાણા રજીસ્ટ્રેશન નંબરની ઓડી કારે રાજસ્થાનના ભૂતપૂર્વ મંત્રી રાજકુમાર શર્માની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બે અન્ય કારને ટક્કર મારી હતી. જે તેમનો સગીર નબીરો પુત્ર યુવરાજ ચલાવી રહ્યો હતો. ટક્કર બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી છુટ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી નવા વર્ષ પર પાઠવી શુભેચ્છાઓ
જગતપુરની શાળામાં કરે છે અભ્યાસ
ADVERTISEMENT
આરોપી યુવક જગતપુરાની જયશ્રી પેરીવાલ સ્કૂલનો વિદ્યાર્થી છે અને તેની સાથે કારમાં બે સાથીઓ પણ હતા. ટક્કર એટલી ગંભીર હતી કે ઓડીના એરબેગ્સ ખુલી ગઇ હતી. ઘટના સમયે કારની ગતિ 150 કિમી/કલાક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત પોલીસ સ્ટેશન આ મામલાની તપાસ કરી રહ્યું છે.
ઓડી કારની ભયાનક ટક્કર
ADVERTISEMENT
ઘટના અંગે માહિતી આપતાં સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ડ્રાઇવરની ઓળખ થઈ ગઈ છે અને તપાસ ચાલી રહી છે. જયપુરના મહારાણા પ્રતાપ સર્કલ પર આ અકસ્માત થયો હતો. વધુ ઝડપને કારણે ઓડી કારે કાબુ ગુમાવ્યો અને બે કારને ટક્કર મારી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે તપાસ આદરી
ADVERTISEMENT
પોલીસે આરોપીની ઓળખ કરી લીધી છે અને તેની શોધખોળ કરી રહી છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. અકસ્માત વધુ ઝડપને કારણે થયો હોવાનું કહેવાય છે. ઓડી કાર 150 કિમી/કલાકની ઝડપે ચાલી રહી હતી ત્યારે તે બે અન્ય કારને ટક્કર મારી હતી. જોકે, અકસ્માત દરમિયાન ઓડી કાર જે વાહનોને ટક્કર મારી હતી તે સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.