ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 12th fail vikrant massey became the first film to be released in re open theater

મનોરંજન / 12th Failના નામે વધુ એક સિદ્ધિ, જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં એવું શું કર્યું કે 33 વર્ષ બાદ સર્જ્યો રેકોર્ડ

Published By: Vikram Mehta

Last Updated: 11:09 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12th ફેઈલ’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. ઓછા બજેટમાં બનેલ આ ફિલ્મે બોક્સોઓફિસ પર શાનદાર સફળતા મેળવી છે. ફિલ્મ ’12th ફેઈલ’એ વધુ એક સિદ્ધિ મેળવી છે.

ADVERTISEMENT

વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12th ફેઈલ’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં વિક્રાંત મેસ્સી અને મેધા શંકરે લીડ રોલ ભજવ્યો છે. ઓછા બજેટમાં બનેલ આ ફિલ્મે બોક્સોઓફિસ પર શાનદાર સફળતા મેળવી છે. ફિલ્મ ’12th ફેઈલ’એ વધુ એક સિદ્ધિ મેળવી છે. 

’12th ફેઈલ’ સિદ્ધિ 
વિક્રાંત મેસ્સીની ફિલ્મ ’12th ફેઈલ’એ વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. જમ્મુ કાશ્મીરના બારામૂલામાં 33 વર્ષ પછી ‘જાદૂઝ’ સિનેમા ખુલ્યું છે. ફિલ્મ ’12th ફેઈલ ‘જાદૂઝ’ સિનેમામાં 33 વર્ષ પછી રિલીઝ થનાર સૌથી પહેલી ફિલ્મ બની ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર બારામૂલા મિંગા શેરપાએ આ થિયેટરને સત્તાવાર રીતે ફરીવાર ખૂલ્લું મૂક્યું છે. જેમાં સૌથી પહેલા ફિલ્મ ’12th ફેઈલ’ રિલીઝ કરવામાં આવી છે. 

સત્ય ઘટના પર આધારિત
ફિલ્મ ’12th ફેઈલ’ લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષ પર આધારિત ફિલ્મ છે. જે વિદ્યાર્થીઓ UPSC પરીક્ષા આપે છે, તે વિદ્યાર્થીઓના સંઘર્ષ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. ઘણા વિદ્યાર્થી આગળ નીકળી જાય છે તો ઘણા વિદ્યાર્થીને અસફળતા મળે છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ હાર ના માને અને આગળ વધે તે માટે પ્રોત્સાહન આપે છે. વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12th ફેઈલ’ એક એવી ફિલ્મ છે, દર્શકોને ઈન્સ્પાયરિંગ કહાનીથી આગળ વધવા માટે પ્રોતસાહન આપે છે. આ ફિલ્મ તમામ લોકોને પસંદ આવી છે અને 10માં 9.2 IMDb રેટિંગ આપવામાં આવ્યા છે. 

વધુ વાંચો: કબીરસિંહની હિરોઈન પર મેકર્સે લગાવ્યા 600 કરોડ, ‘ડોન 3’ સહિત આ ત્રણ ફિલ્મોમાં કિયારા એક્ટિંગ કરતી જોવા મળશે

તમામ સેલેબ્સને આ ફિલ્મ પસંદ આવી
કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા હેન્ડલ પર વિક્રાંત મેસ્સીની પ્રશંસા કરી હતી અને લીજેન્ડ ગણાવ્યા હતા. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘ફિલ્મ ’12th ફેઈલ’ વિધુ વિનોદ ચોપરા, વિક્રાંત મેસ્સી, મેધા શંકર, અનંત જોશી, અંશુમાન પુષ્કર અને ફિલ્મ કાસ્ટ લીજેન્ડ્સ’. આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, વરુણ ધવન સહિત અનેક સેલેબ્સે આ ફિલ્મની પ્રશંસા કરી હતી. કરણ જોહરે પણ કહ્યું હતું કે, જ્યારે તેમણે આ ફિલ્મ જોઈ ત્યારે તેઓ રડી પડ્યા હતા. વિજય વર્માએ પણ જણાવ્યું કે, ફિલ્મ જોતા સમયે તેઓ રડી પડ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

12th Fail Baramulla Theatre 12th Fail jammu Kashmir 12th Fail record 12th ફેઈલ જમ્મુ કાશ્મીર 12th ફેઈલ બારામૂલા 12th ફેઈલ બારામૂલા થિયેટર Vikrant Massey jammu Kashmir re open theater વિક્રાંત મેસ્સી entertainment news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ