ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 12th fail actor vikrant massey issued an apology on x for his old controversial tweet

મનોરંજન / 'હું ખુશ છું કે, રાવણે મારું અપહરણ...', સીતાજીના વિવાદિત કાર્ટૂનને લઇ વિક્રાંત મેસીએ માંગવી પડી માફી

Published By: Vikram Mehta

Last Updated: 11:57 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીએ ફિલ્મ ’12th ફેઈલ’માં શાનદાર એક્ટિંગ કરીને તમામ લોકોને ઈમ્પ્રેસ કરી દીધા છે. વિક્રાંત મેસીએ એક એવું ટ્વિટ કર્યું, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. વિક્રાંત મેસીએ માફી શા માટે માંગી તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીએ ફિલ્મ ’12th ફેઈલ’માં શાનદાર એક્ટિંગ કરીને તમામ લોકોને ઈમ્પ્રેસ કરી દીધા છે. આ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કર્યા પછી સામાન્ય જનતાથી લઈને સેલેબ્સે પણ વિક્રાંત મેસીના ભરપૂર વખાણ કર્યા છે. ફિલ્મ ’12th ફેઈલ’માં વિક્રાંત મેસીની એક્ટિંગના કારણે તેમને બેસ્ટ એક્ટર માટેનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો છે. વિક્રાંત મેસીએ એક એવું ટ્વિટ કર્યું, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં વિક્રાંત મેસીએ લોકોની માફી માંગી છે. વિક્રાંત મેસીએ માફી શા માટે માંગી તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વિક્રાંત મેસીએ માફી માંગી
વિક્રાંત મેસીએ વર્ષ 2018માં એક વિવાદિત ટ્વિટ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વિક્રાંત મેસીએ વર્ષ 2018માં ટ્વિટ કર્યું હતું, તેમાં ‘ભગવાન શ્રીરામ અને સીતા માતાનો સંવાદ દર્શાવવામાં આવ્યો હતો. આ ટ્વિટમાં સીતા માતાના હાથમાં ન્યૂઝપેપર છે. ન્યૂઝપેપર વાંચીને સીતા માતા ભગવાન રામને કહી રહ્યા છે કે, હું ખુશ છું કે, મારું અપહરણ રાવણે કર્યું હતું, તમારા ભક્તોએ નહીં.’ જેના કારણે ફેન્સ વિક્રાંત મેસીની ટીકા કરી રહ્યા છે. વિરોધ થયા પછી વિક્રાંત મેસીએ આ પોસ્ટ હટાવી દીધી છે અને ટ્વિટ કરીને હિંદુ સમુદાય પાસેથી માફી માંગી છે. વિક્રાંત મેસીએ આ ટ્વિટ અંગે સ્પષ્ટતા કરીને માફી માંગી છે. 

વિક્રાંત મેસીએ માફી માંગતા ટ્વિટ કર્યું છે કે, ‘હિંદુ સમુદાયને હર્ટ કરવું અને તેમને બદનામ કરવા કે અપમાન કરવાનો ઈરાદો નથી. હું મજાકમાં કરવામાં આવેલ તે ટ્વિટ વિશે વિચારું છું, તો હું તેના પાછળનો અર્થ પણ સમજું છું. આ જ બાબત હું છાપાના કાર્ટૂનને એડ કર્યા વગર પણ કહી શકતો હતો. જે લોકોને મારા ટ્વિટથી દુ:ખ થયું તે તમામ લોકોની હું ખૂબ જ વિનમ્રતા સાથે તમામ લોકોની માફી માંગું છું. હું તમામ આસ્થા, વિશ્વાસ અને ધર્મને સર્વોચ્ચ સમ્માન આપું છું. આપણે તમામ લોકો સમય સાથે મોટા થઈએ છીએ અને પોતાની ભૂલ અંગે વિચાર કરીએ છીએ. હું પણ મારી તે ભૂલ વિશે આપ સહુની માફી માંગી રહ્યો છું’.

વધુ વાંચો: 12th Failના નામે વધુ એક સિદ્ધિ, જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં એવું શું કર્યું કે 33 વર્ષ બાદ સર્જ્યો રેકોર્ડ

વિક્રાંત મેસી
વિક્રાંત મેસીએ વર્ષ 2013માં ફિલ્મ લુંટેરાથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં વિક્રાંત મેસી રણવીર સિંહ અને સોનાક્ષી સિંન્હા સાથે જોવા મળ્યા હતા. ત્યારપછી વિક્રાંત મેસીએ ફિલ્મ ‘હસીન દિલરુબા’, ‘મિર્ઝાપુર’, ‘ફોરેંસિક’, ‘ગિન્ની વેડ્સ સની’, ’14 ફેરે’, ‘લવ હોસ્ટેલ’, ‘હાફ ગર્લફ્રેન્ડ’ અને ‘12TH ફેઈલ’ જેવી ફિલ્મોમાં અને વેબ સીરિઝમાં કામ કર્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો



 

સંકળાયેલા મુદ્દાઓ

12th fail actor vikrant vikrant massey apology vikrant massey controversial tweet vikrant massey tweet વિક્રાંત કોન્ટ્રોવર્સીયલ ટ્વિટ વિક્રાંત મેસી વિક્રાંત મેસી ટ્વિટ વિક્રાંતે માફી માંગી Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ