બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 107 languages are spoken in this district of india know where people of different languages are least

અરે વાહ! / ભારતના આ જિલ્લામાં 107 ભાષા બોલાય છે તો, બિહારના આ જિલ્લામાં સૌથી ઓછી

Dharmishtha

Last Updated: 09:52 AM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુ એ જિલ્લો છે જ્યાં દેશની સૌથી વધારે ભાષા બોલાય છે.

  • બેંગલુરુમાં ઓછામાં ઓછી 107 ભાષા બોલાય છે
  • નાગાલેન્ડની દીમાપુર 103 અને આસામની સોનિતપુર 101ભાષાઓ બોલાય છે
  • બિહારના આ જિલ્લામાં 20થી ઓછી ભાષા બોલાય છે

બેંગલુરુમાં ઓછામાં ઓછી 107 ભાષા બોલાય છે

બે શિક્ષાવિદો દ્વારા 2011ની જનગણનાના હાલના વિશ્લેષણમાં એ ખુલાસો થયો છે કે બેંગલુરુમાં ઓછામાં ઓછી 107 ભાષા બોલાય છે. જેમાં 22 અનુસુચિત અને 84 બિન અનુસૂચિત ભાષાઓ સામેલ છે.

અન્ય જિલ્લામાં જ્યાં 100થી વધારે ભાષાઓ બોલાય છે

બ્રુકિંગ્સ ઈંસ્ટીટ્યૂશનના શમિકા રવિ અને ભારતીય સંખ્યાકીય સંસ્થાનમાં અર્થશાસ્ત્રના એક મદદનીસ પ્રોફેસર મુદિત કપૂર દ્વારા વિશ્લેષમથી ખબર પડે ચે કે અન્ય જિલ્લામાં જ્યાં 100થી વધારે ભાષાઓ બોલાય છે તે છે નાગાલેન્ડની દીમાપુર (103) અને આસામની સોનિતપુર(101).

આ જિલ્લામાં 20થી ઓછી ભાષા બોલાય છે

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ ઓછામાં ઓછી વિવિધતા વાલા જિલ્લામાં યનમ(પુદુચેરી), કૈમુર(ભભૂઆ, બિહાર), કૌશામ્બી અને કાનપુર દેહાત(યુપી) અને અરિયાલુર (તમિલનાડુ) સામેલ છે. આ જિલ્લામાં 20થી ઓછી ભાષા બોલાય છે.

બેંગલુરુમાં કઈ ભાષા કેટલા પ્રમાણમાં

બેંગલુરુમાં કન્નડ બોલનારા કુલ 44 ટકા છે. અન્ય ભાષા બોલનારામાં તમિલ 15 ટકા, તેલુગુ 14 ટકા, ઉર્દૂ 12 ટકા, હિન્દી 6 ટકા, મલયાલમ 3 ટકા, મરાઠી 2 ટકા, કોકણી 0.6 ટકા, બંગાળી 0.6 ટકા અને ઉડિયા 0.5 ટકા સામેલ છે. પોચુરી, કોંધ, સંગતમ અને વાંચો જેવી ભાષાઓમાં બોલનારી સંખ્યા સૌથી ઓછી છે.

ભાષાઓથી ખબર પડે છે કે અહીં દૂર દૂરથી લોકો આવે છે

લેખક જણાવે છે કે જનગણનામાં તમામ ભાષાઓને સામેલ કરવામાં આવે છે. ભલે તેને બોલનારી વસ્તીનો આકાર કોઈ પણ હોય. ભાષાઈ વૈવિધ્યા ગતિશીલતા અને બદલામાંમ આર્થિક પરિણામો પર સંદર્ભિત કરે છે. શમિકા રવિએ કહ્યું કે ગતિશીલતા આર્થિક ગતિશીલતા માટે એક સારી માર્કર છે. પ્રતિભા માટે ભાષા એક સારી પ્રોક્સી છે. બહું અલગ અલગ ભાષા બોલનારા લોકો એક જ સ્થાન પર  આવી રહ્યા છે તો અર્થવ્યવસ્થા અને નોકરીના અવસર વધ્યા છે. બેંગ્લુરુમાં બોલાનારી ભાષાઓથી ખબર પડે છે કે અહીં દૂર દૂરથી લોકો આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bengaluru languages spoken બિહાર બેંગલુરૂ ભાષા languages
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ