બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / 101 kg women sits on husband his dies

ના હોય / નશામાં ધૂત મહિલાએ પતિ સાથે કરી નાખ્યું ન કરવાનું, આખરે આ કારણે પતિનું થઈ ગયું મોત

Published By: Arohi

Last Updated: 04:51 PM, 20 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્નીએ ખૂબ જ દારૂ પીધો હતો અને તે સંપૂર્ણ રીતે નશામાં ધૂત હતી. તે પોતાના પતિને ચૂપ કરવા માંગતી હતી.

  • નશામાં ધૂત પત્ની પતિ પર બેસી ગઈ 
  • પતિનું થયું મોત 
  • 101 કિલો વજન ધરાવતી પત્ની પતી પર બેસી જતા પતિનું મોત 

રશિયામાંથી એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં એક પતિનું મોત તેની 101 કિલોની પત્ની તેના પર બેસી જવાના કારણે થઈ ગયું છે. પત્નીએ ખૂબ જ દારૂ પીધો હતો અને તે સંપૂર્ણ રીતે નશામાં ધૂત હતી. તે પોતાના પતિને ચૂપ કરવા માંગતી હતી. 

એક રિપોર્ટ અનુસાર આ મામલો રશિયાના એક શહેરનો છે. જ્યાં બન્નેની વચ્ચે કોઈ વાતને લઈને પહેલા થોડો વિવાદ થયો અને આ વિવાદ વધી ગયો. તે સમયે પત્ની દારૂના નશામાં ધૂત હતી. પત્નીએ પતિને માફી માંગવાં કહ્યું પરંતુ તેણે માફી ન માગતાં  ગુસ્સામાં પત્ની પતિના મોઢા પર બેસી ગઈ.

101 કિલોની પત્ની બેસી જતા થયું મોત 

રિપોર્ટ અનુસાર પત્નીનું વજન 101 કિલો હતું. જેવી તે પોતાના પતી પર બેઠી તેને શ્વાસ લેવામાં તરલીફ થવા લાગી. આ વાતનું ધ્યાન પત્નીને ન થઈ કે તેનો પતી શ્વાસ નથી લઈ શકતો. પત્નીના ઉપર બેસી રહેવાના કારણે તેનો શ્વાસ બંધ થઈ ગયો. 

બન્નેની દિકરી તે સમયે ત્યાં હાજર હતી. તે દોડીને ગઈ અને પડોશીને ત્યાં બોલાવી લાવી. પરંતુ ત્યાં સુધી પતિનું મોત થઈ ગયું હતું. થોડા સમય બાદ મહિલાને જાણ થઈ કે હકીકતમાં તેના પતિનું મોત થઈ ગયું છે. જેવી આ ઘટનાની જાણ પડોસીઓને થઈ તે મહિલાના ઘરે બધા ભેગા થઈ ગયા. 

મહિલાએ કરી આ સ્પષ્ટતા 

મહિલાએ જણાવ્યું કે તે પતિને મારી નાખવા ન હતી ઈચ્છતી. તે ખૂબ બોલી રહ્યો હતો માટે તે તેને શાંત કરવા માંગતી હતી. અને તેનું મોઢુ બંધ કરવા માટે તે તેના મોઢા પર બેસી ગઈ હતી. જોકે મહિલા આ વાતને સાચી ન હતી માની રહી પરંતુ મેડિકલ રીપોર્ટના આવ્યા બાદ મામલાનો ખુલાસો થયો. 

રિપોર્ટમાં સ્થાનિક સુચનાઓના આધાર પર જણાવવામાં આવ્યું છે કે મહિલા પર મામલો દાખલ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે આ એક અજીબ મામલો છે કારણ કે મહિલા એવું કહી રહી છે કે તેનો હેતુ પોતાના પતિનું મર્ડર કરવાનો ન હતો. હાલમાં મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Death Husband-wife OMG Russia Death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ