બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / zydus cadilla vaccine may be included in the fight against covid on october 2

BIG NEWS / બાળકો માટે આવતા અઠવાડિયે મળી શકે છે Zycov-d ની રસી, કિંમત મુદ્દે થઈ રહ્યું છે આ કામ

Dharmishtha

Last Updated: 09:01 AM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે થોડાક દિવસોમાં કોરોનાની વધુ એક રસી મળી શકે છે.

  • દુનિયાની પહેલી કોરોના માટેની ડીએનએ રસી આવતા અઠવાડિયા સુધીમાં મળી શકે
  • ZyCoV-Dની કિંમત નક્કી થઈ શકે છે
  • દેશમાં 12-18 વર્ષના કિશોરોને આ રસી આપવામાં આવશે

કેન્દ્ર સરકાર અને Zydus Cadila આ અઠવાડિયે દુનિયાની પહેલી કોરોના માટેની ડીએનએ રસી ZyCoV-Dની કિંમત નક્કી કરી શકે છે. અંગ્રેજી અખબાર અનુસાર 2 ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતીના પ્રસંગે રસી લોન્ચ કરી શકે છે. ભારરતના ઔષધ મહાનિયંત્રકના ગત મહિને ઝાયડસ કેડિલાના સ્વદેશી રીતે વિકસિત નિડલ ફ્રી કોવિડ 19 રસી ઝાયડોવ ડીને ઈમરજન્સી ઉપયોગ પ્રાધિકાર(ઈયૂએ) આપવામાં આવ્યું છે. જે દેશમાં 12-18 વર્ષના કિશોરોને આ રસી આપવામાં આવશે.

ZyCoV-D એક પ્લાજ્મિડ ડીએનએ રસી

ZyCoV-D એક પ્લાજ્મિડ ડીએનએ રસી છે. પ્લાજ્મિડ વ્યક્તિમાં જોવા મળનારા ડીએનએનો એક નાનો ભાગ હોય છે. આ રસી માણસના શરીરમાં કોશિકાઓની મદદથી કોરોનાના સ્પાઈક પ્રોટીન તૈયાર કરે છે. જેનાથી શરીરના કારોના વાયરસના મહત્વના ભાગોને ઓળખ મળવામાં મદદ મળી શકે છે. આ પ્રકારે શરીરમાં આ વાયરસ એન્ટી બોર્ડી તૈયાર કરે છે.

રસીના રસીકરણ ક્રાયક્રમનો ભાગ બનવા પર વાતચીત

રસીની અસરકારક્તા 66 ટકા છે અને આને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવાનું હોય છે. આના ડોઝ લાભાર્થીઓને આપવામાં આવશે. પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ અને 56 દિવસમાં ત્રીજો ડોઝ આપવામાં આવશે.  ગત દિવસો નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વી. કે પોલે કહ્યું કે ઝાયડસ કેડિલાના ડીએનએ રસીના વ્યાવહારિક સ્વરુપ અને કાર્યાન્વયન્તમાં લવવા માટે તૈયારી ચાલી રહી છે અને આ માટે અનેક દોરની વાતચીત થઈ છે.

ZyCoV-Dની કિંમત નક્કી થઈ શકે છે

તેમણે કહ્યું હતુ કે કિંમત પણ એક મુદ્દો છે. વાતચીત ચાલી રહી છે અને જલ્દી નિર્ણય લેવામાં આવશે. સંપૂર્ણ તૈયારીની સાથે, ફરી આ એક રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ભાગ બનશે.  અમે લાભાર્થિઓ અથવા લક્ષિત ગ્રુપ જેને રસી આપવાની છે જેને લઈને એનટીએજીઆઈની ભલામણ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક છે. કામ પ્રગતિ પર છે અને આવનારા સમયમાં તમે આના વિશે વધારે સાંભળશો.
 

સંકળાયેલા મુદ્દાઓ

covid 19 vaccine zydus cadilla કોરોના વાયરસ બાળકો રસી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ