બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / zydus cadila approaches dcgi seeking emergency use approval for its dna vaccine for those aged 12 years and above india hindi news
Last Updated: 09:42 AM, 1 July 2021
ADVERTISEMENT
ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઈ પાસે ડીએનએ રસી માટે મંજૂરી માંગી
કોરોનાની વિરુદ્ધ જંગમાં વધુ એક હથિયાર ઉમેરાયું. જો બધુ જ સારુ રહ્યુ તો ભારતમાં જલ્દી 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને રસી લગાવવાનું શરુ થઈ જશે. ફાર્માસ્યૂટિકલ કંપની ઝાયડસ કેડિલાએ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે ડીસીજીઆઈ પાસે 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે ડીએનએ રસીના ઉપયોગની મંજૂરી માંગી છે. ઉલ્લેખનીય છે કે ત્રીજા ચરણના ટ્રાયલ પુરા થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
Zydus Cadila applies for Emergency Use Authorisation (EUA) seeking approval from the Drugs Controller General of India (DCGI) for the launch of their DNA vaccine for 12 years & above. The vaccine has completed the third phase of trial.#COVID19 pic.twitter.com/LDlsSkG3zF
— ANI (@ANI) July 1, 2021
ADVERTISEMENT
રસી સુરક્ષા અને અસરકારક્તાના માપદંડો પર ખરી ઉતરી
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુસાર ઝાયડસ કેડિલાએ ભારતની ટોપ દવા નિયામક ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સામે અરજી કરી છે. જેમાં તેમે પોતાની ડીએનએ રસી Zycov-Dના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. ઝાયડસ કેડિલાની આ રસી 12 વર્ષ તથા તેનાથી ઉપરની ઉંમરના લોકો માટે છે. કંપનીએ રસીના ત્રીજા ચરણના ટ્રાયલનો ડેટા પ્રસ્તુત કર્યો છે. જેમાં 28000થી વધારે વોલેન્ટિયરોએ ભાગ લીધો હતો. રોયટર્સનું માનીએ તો ડેટામાં રસી સુરક્ષા અને અસરકારક્તાના માપદંડો પર ખરી ઉતરી છે.
ADVERTISEMENT

12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોનું રસીકરણ જલ્દી શરુ થાય તેવી આશા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો. એન કે અરોડાએ કહ્યું છે કે ઝાયડસ કેડિલા રસીના ટ્રાયલ લગભગ પુરા થઈ ચૂક્યા છે. જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટ સુધીમાં અમે 12થી 187 વર્ષના બાળકોને આ રસી આપવાનું શરુ કરી શકીએ છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.