બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 11:40 AM, 27 February 2024
સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા રહે છે. કેટલાક વિડીયો એવા હોય છે, જે જોઈને યૂઝર્સ દંગ રહી જતા હોય છે, તો કેટલાક વિડીયો યૂઝર્સને હસાવી હસાવીને લોટપોટ કરી દે છે. સોશિયલ મીડિય પર ડાન્સના અલગ અલગ વિડીયો વાયરલ થતા રહે છે, આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ આ વિડીયો પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ડિલીવરી બોયનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ડિલીવરી બોય રસ્તા પર ડાન્સ કરી રહ્યો છે, આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ઝોમેટો કંપનીનો ડિલીવરી બોય રસ્તા પર ડાન્સ કરી રહ્યો છે.
ADVERTISEMENT
ડિલીવરી બોયે ઝોમેટો કંપનીની ટી-શર્ટ પહેરી છે. આ ડિલીવરી બોય શાહિદ કપૂર અને કૃતિ સેનની ફિલ્મ ‘તેરી બાતો મેં એસા ઉલઝા જિયા’ના ટાઈટલ ટ્રેક સોન્ગ પર ડાન્સ કરી રહ્યો છે. આ ડિલીવરી બોય એક પરફેક્ટ ડાન્સર તરીકે ડાન્સ કરી રહ્યો છે.
ડિલીવરી બોય ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરી રહ્યો છે. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર @mosaan_2o નામના એકાઉન્ટ પરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. લાખો યૂઝર્સ આ વિડીયો જોઈ રહ્યા છે, પાંચ લાખથી વધુ લોકોને આ વિડીયો પસંદ આવ્યો છે.
આ વિડીયો પર યૂઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘અરે મેરે ચિલી પોટેટો કા ક્યા હુઆ?’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘હવે ખબર પડી કે ઓર્ડર લેટ શા માટે આવી રહ્યા છે.’
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.